Not Set/ ‘વ્હાઇટફંગસ’ શરીરના કયાં અંગો પર હૂમલો કરે છે? જાણો બચવા માટે શું ધ્યાન રાખવું.

કોરોના વાયરસ પછી બ્લેકફંગસ, અને બ્લેક ફંગસ બાદ હવે સફેદ ફંગસનું નામ સાંભળીને લોકોના જીવ ઉંચા થઇ ગયા છે. કારણ કે પટણામાં સફેદ ફંગસના કેસો સામે આવ્યા છે. એક તરફ કોરોના, બીજી તરફ બ્લેક ફંગસ અને હવે સફેદ ફંગસ. આખરે માનવી લડે તો લડે કેવી રીતે આ બિમારીઓથી. કારણ કે આ બિમારીઓ જીવલેણની કેટેગરીમાં આવે […]

Mantavya Exclusive India
Comp 1 00148 ‘વ્હાઇટફંગસ’ શરીરના કયાં અંગો પર હૂમલો કરે છે? જાણો બચવા માટે શું ધ્યાન રાખવું.

કોરોના વાયરસ પછી બ્લેકફંગસ, અને બ્લેક ફંગસ બાદ હવે સફેદ ફંગસનું નામ સાંભળીને લોકોના જીવ ઉંચા થઇ ગયા છે. કારણ કે પટણામાં સફેદ ફંગસના કેસો સામે આવ્યા છે. એક તરફ કોરોના, બીજી તરફ બ્લેક ફંગસ અને હવે સફેદ ફંગસ. આખરે માનવી લડે તો લડે કેવી રીતે આ બિમારીઓથી. કારણ કે આ બિમારીઓ જીવલેણની કેટેગરીમાં આવે છે. બિહાર પહેલાં જ બ્લેક ફંગસના ઉછાળાથી પરેશાન છે. તેમાં હવે સફેદફંગસ મળવાથી હડકંપ મચી ગયો છે. તમને જણાવી દઇએ કે સફેદફંગસના જે ચાર કેસ સામે આવ્યા છે. તેમાં પટણાના એક પ્રસિદ્ધ સ્પેશ્યાલીસ્ટ પણ સામેલ છે.

PKJ 1 00148 ‘વ્હાઇટફંગસ’ શરીરના કયાં અંગો પર હૂમલો કરે છે? જાણો બચવા માટે શું ધ્યાન રાખવું.

કહેવામાં આવી રહ્યુ છે કે તે ફેફસાને સંક્રમિત કરે છે. આ બિમારી બ્લેક ફંગસ કરતાં પણ ખતરનાક છે.

PKJ 2 00148 ‘વ્હાઇટફંગસ’ શરીરના કયાં અંગો પર હૂમલો કરે છે? જાણો બચવા માટે શું ધ્યાન રાખવું.
બ્લેકફંગસ કરતાં વધારે સંક્રાત્મક છે. અને HRCTમાં કોરોના જેવુ જ સંક્રમણ દેખાય છે.

હવે તે સંક્રમણ શરીરના કયાં અંગોમાં ફેલાવે છે તે પણ જાણી લો.
Comp 1 00148 ‘વ્હાઇટફંગસ’ શરીરના કયાં અંગો પર હૂમલો કરે છે? જાણો બચવા માટે શું ધ્યાન રાખવું.

ક્યાં ફેલાવે છે સંક્રમણ? નખ, ચામડી, પેટ, કિડની, મગજ, પ્રાઇવેટ પાર્ટસ, મોઢાની અંદર પણ સંક્રમણ ફેલાવે છે.

PKJ 3 00148 ‘વ્હાઇટફંગસ’ શરીરના કયાં અંગો પર હૂમલો કરે છે? જાણો બચવા માટે શું ધ્યાન રાખવું.

PMCHના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના ડોક્ટર એસ.એસ.સિંએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે આ ચારેય દર્દીઓમાં કોરોના જેવા જ લક્ષણો જોવા મળ્યા છે. પણ તેમને કોરોના હતો નહી. તે તમામ લોકોના ટેસ્ટ નેગેટિવ હતા. જ્યારે ટેસ્ટ કરાવાયા ત્યારે ખબર પડી કે તેઓ વ્હાઇટ ફંગસથી સંક્રમિત છે. જો કે રાહતની વાત એવી છે કે એન્ટિફંગલ દવાથી આ ચારેય દર્દીઓ સાજા થઇ ગયા છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે વ્હાઇટ ફંગસથી ફેફસા સંક્રમિત થાય છે. HRCT કરાવવામાં પણ તે કોરોના જેવું જ સંક્રમણ દેખાય છે.

આ રોગને જાણવા માટે બલ્ગમ કલ્ચરની તપાસ જરૂરી
ડોક્ટરોનું કહેવુ છે કે જો HRCTમાં કોરોનાના લક્ષણો જોવા મળે તો વ્હાઇટ ફંગસની શોધ માટે બલગમ કલ્ચરની તપાસ જરૂરી છે. તેમણે કહ્યુ કે વ્હાઇટ ફંગસનું કારણ પણ બ્લેક ફંગસની જેમ ઓછી ઇમ્યુનિટી જ છે. તેનાથી એવા લોકોને ખતરો વધારે છે. જે ડાયાબિટીસના દર્દીઓ છે. કે પછી લાંબા સમયથી સ્ટેરોઇડ દવાઓ લઇ રહ્યા છે.

PKJ 4 00148 ‘વ્હાઇટફંગસ’ શરીરના કયાં અંગો પર હૂમલો કરે છે? જાણો બચવા માટે શું ધ્યાન રાખવું.

હવે વ્હાઇટ ફંગસના નવા ખતરા સાથે દેશમાં ત્રીજા મોરચાની લડાઇ શરૂ થઇ છે. બ્લેક ફંગસ જેવી રીતે સંક્રમણ ફેલાવે છે, તેવીજ રીતે વ્હાઈટ ફંગસ પણ માનવ શરીર પર હુમલો કરે છે. નવજાત શિશુ પણ આ રોગથી સંક્રમિત થઈ શકે છે. તેમાં ડાયપર કેન્ડિડોસિસનાં રૂપમાં આ લક્ષણ દેખાય છે. બાળકોમાં આ સફેદ ધબ્બાની જેમ દેખાય છે અને તે ઓરલ થ્રસ્ટ કરે છે. તે મહિલામાં લ્યૂકોરિયાનું મુખ્ય કારણ છે. હવે જરા આ વ્હાઇટ ફંગસથી બચવાના રસ્તા પણ જાણી લો. કારણ કે જો તેનું ધ્યાન રાખશો તો કદાચ આ નવી મુસીબતમાંથી બચી શકાય તેમ છે.

PKJ 5 00148 ‘વ્હાઇટફંગસ’ શરીરના કયાં અંગો પર હૂમલો કરે છે? જાણો બચવા માટે શું ધ્યાન રાખવું.

વ્હાઈટ ફંગસ દ્વારા ફેફસાંમાં જે સંક્રમણ ફેલાય છે. તે પણ કોરોના મહામારીનાં સક્રમણ જેવું જ દેખાય છે.
PKJ 6 00148 ‘વ્હાઇટફંગસ’ શરીરના કયાં અંગો પર હૂમલો કરે છે? જાણો બચવા માટે શું ધ્યાન રાખવું.

શું સાવધાની રાખવી? દર્દીઓના વેન્ટિલેટર અને ઓક્સિજન પાઇપ જંતુ રહિત હોવી જોઇએ. ઓક્સિજનસિલિન્ડક હ્યૂમિડિફાયરમાં સ્ટેરિલાઈઝ વોટરનો પ્રયોગ કરવો જોઇએ. જે ઓક્સિજન દર્દીનાં ફેફસાંમાં પહોંચે છે તે જંતુ રહિત હોવો જોઈએ. દર્દીઓનાં રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરાવી તેમની લાળનો પણ મેડિકલ ટેસ્ટ કરવો જોઈએ.
PKJ 7 00148 ‘વ્હાઇટફંગસ’ શરીરના કયાં અંગો પર હૂમલો કરે છે? જાણો બચવા માટે શું ધ્યાન રાખવું.