Not Set/ જળવાયુ ઈમરજન્સીની ઘોષણા કરતુ પેરિસ, જાણો શું છે કારણ

દુનિયામાં જળવાયુ પરિવર્તનથી મનુષ્યનાં જીવન પર સીધી અસર થઇ રહી છે. જેને લઇને દુનિયાભરનાં દેશો હવે જાણે એલર્ટ મોડમાં આવી ગયા છે. ફ્રાંસનાં અન્ય શહેરો અને સંસદ બાદ પેરિસએ પણ મંગળવારનાં રોજ જળવાયુ ઈમરજન્સીની ઘોષણા કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, સતત વધી રહેલા પૃથ્વીનાં તાપમાનને રોકવાનાં પ્રયાસો માટે વર્ષ 2015માં પેરિસમાં જળવાયુ પરિવર્તનને […]

Top Stories World
106894514 gettyimages 938918126 જળવાયુ ઈમરજન્સીની ઘોષણા કરતુ પેરિસ, જાણો શું છે કારણ

દુનિયામાં જળવાયુ પરિવર્તનથી મનુષ્યનાં જીવન પર સીધી અસર થઇ રહી છે. જેને લઇને દુનિયાભરનાં દેશો હવે જાણે એલર્ટ મોડમાં આવી ગયા છે. ફ્રાંસનાં અન્ય શહેરો અને સંસદ બાદ પેરિસએ પણ મંગળવારનાં રોજ જળવાયુ ઈમરજન્સીની ઘોષણા કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, સતત વધી રહેલા પૃથ્વીનાં તાપમાનને રોકવાનાં પ્રયાસો માટે વર્ષ 2015માં પેરિસમાં જળવાયુ પરિવર્તનને લઇને એક ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો હતો.

Iceberg with hole near Sandersons Hope 2007 07 28 2 જળવાયુ ઈમરજન્સીની ઘોષણા કરતુ પેરિસ, જાણો શું છે કારણ

પર્યાવરણનાં પ્રભારી ઉપમહાપૌર સીલિયા બ્લોએલએ કહ્યુ કે, પેરિસએ પણ અન્ય શહેરોની જેમ જળવાયુ ઈમરજન્સીની ઘોષણા કરી દીધી છે. તેમણે 2015નાં કરારનાં ઉદ્દેશ્યોનું પાલન કરવાની આવશ્યકતા પર ભાર આપ્યો છે. ઘોષણામાં તે પણ કહેવામાં આવ્યુ છે કે, પેરિસમાં એક જળવાયુ એકેડમી બનાવવામાં આવશે, જેનો ઉદ્દેશ આ મુદ્દા પર યુવાનો અને જનતાને સારી શિક્ષા આપવાનું છે.

climate emergency wales uk જળવાયુ ઈમરજન્સીની ઘોષણા કરતુ પેરિસ, જાણો શું છે કારણ

જળવાયુ ઈમરજન્સીની ઘોષણા કરનાર બ્રિટેનની સંસદ દુનિયાની પ્રથમ સંસદ બની હતી. તેણે પહેલી મે નાં રોજ એક પ્રસ્તાવ પસાર કરી આ ઘોષણા કરી હતી. આયરલેન્ડની સંસદે આ જ પ્રસ્તાવ 10 મે નાં રોજ પસાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન