અમદાવાદ/ ઝાયકોવ-D DNA બેઝ રસી છે, 12 વર્ષથી વધુ વયના લોકો માટે ઉપયોગી બનશે : મનસુખ માંડવીયા

ઝાયકોવ-D રસી DNA બેઝ છે. તે 12 વર્ષથી વધુ વયના લોકો માટે ઉપયોગી બનશે. ઝાયકોવ-D દેશની ત્રીજી આત્મનિર્ભર વેક્સિન બનશે. ઝાયકોવ-D વેક્સીનની સમીક્ષા બાદ મંજૂરી આપવામાં આવશે

Top Stories Ahmedabad Gujarat Trending
રાજકોટ 6 ઝાયકોવ-D DNA બેઝ રસી છે, 12 વર્ષથી વધુ વયના લોકો માટે ઉપયોગી બનશે : મનસુખ માંડવીયા
  • મનસુખ માંડવીયા અમદાવાદની મુલાકાતે
  • કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાનું નિવેદન
  • ઝાયડસની ઝાયકો-ડી રસી અંગે મેળવી માહિતી
  • રસીકરણના અભિયાનને સારી રીતે પુરૂ કરી શકાય તે માટે સમીક્ષા
  • ઝાયકોવ-D વેક્સીનની સમીક્ષા બાદ મંજૂરી આપવામાં આવશે
  • DNA બેઝ વેક્સીનથી દેશની જનતાને ફાયદો થશેઃ માંડવીયા

બંદરો, વહાણવટા અને જળમાર્ગોનાં રાજય કક્ષાનાં મંત્રી મનસુખ માંડવીયા આજે તેમની અમદ્વાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ ખાતે તેમણે કોરોના વિરોધી રસી બનાવતી ફાર્મા કંપનીની મુલાકાત લીધી હતી. એ રસી ઉત્પાદનની માહિતી મેળવિ હતી.

અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઝાયડસ ફાર્મની મુલાકાત લીધી હતી. અને ઝાયકોવ-D રસી બાબતે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ઝાયકોવ-D રસી DNA બેઝ છે. તે 12 વર્ષથી વધુ વયના લોકો માટે ઉપયોગી બનશે. ઝાયકોવ-D દેશની ત્રીજી આત્મનિર્ભર વેક્સિન બનશે. ઝાયકોવ-D વેક્સીનની સમીક્ષા બાદ મંજૂરી આપવામાં આવશે.

Obsession / હું જ ભગવાન રામ અને કૃષ્ણ છું, ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છું : જળસંપત્તિ વિભાગના ઈજનેર રમેશ ચંદ્ર ફોકરે

જુલાઈમાં 13 કરોડ ડોઝ મળશે, પોપ્યુલેશન મુજબ સપ્લાય કરીશું.ડિસેમ્બર પહેલા 18 વર્ષથી ઉપરના તમામને વેકસીન આપવાનું આયોજન ચાલી રહ્યું છે. આ માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત કરી છે. દર મહિને 10 કરોડ ડોઝ સિરમ બનાવે છે. આ ઉપરાંત બાળકો માટે ટ્રાયલ બેઝ પર કેટલીક કંપનીઓએ મંજૂરી માંગી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ આવતા અગાઉ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ પૂણેમાં રસી ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને આ તકે માંડવિયા મહામારીમાં સિરમની પ્રેરણાદાયી ભૂમિકાની પ્રસંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં સરકાર તમામને રસી ઉપલબ્ધ થાય તે માટે તમામ રસી વિકસાવનારા અને રસી ઉત્પાદકોને મદદરૂપ થવા કટીબદ્ધ છે. આ તકે તેમણે ઉત્પાદકો સાથે રસીનાં ઉત્પાદનને વધારવાની ચર્ચા પણ કરી હતી.