Not Set/ રાજકીય અસ્થિરતાની પરંપરા એટલે ઉત્તરાખંડ

20 વર્ષમાં 8 મુખ્યમંત્રી બદલાયા તેમાં પાંચ ભાજપના

કોંગ્રેસના એન.ડી. તિવારી સિવાય કોઈએ ત્યાં મુદ્દત પુરી કરી નથી

India Trending
રાજકોટ 5 રાજકીય અસ્થિરતાની પરંપરા એટલે ઉત્તરાખંડ

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

આખરે દાવ ખેલાઈ ગયો છે અને ચાર માસના ટૂંકા ગાવામાં અને ચૂંટણીના આઠ માસ પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી અન ત્રણથી ચાર વખત વિવાદી વિધાનો કરનારા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતનો ભોગ લેવાઈ ગયો છે. શનિવારે રાતે ઉત્તરાખંડના રાજ્યપાલને મળીને તેમણે હોદ્દો છોડી દીધો છે. આમ તો તેમણે શુક્રવારે પોતાની દિલ્હી મુલાકાત દરમિયાન જ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતાં અને તેમને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. જાે કે સાંજે દહેરાદુન આવ્યા બાદ રાજ્યપાલને મળી રાજીનામું આપી દીધું હતું.

himmat thhakar રાજકીય અસ્થિરતાની પરંપરા એટલે ઉત્તરાખંડ

20 વર્ષના ટૂંંકાગાળામાં ઉત્તરાખંડના આઠ મુખ્યમંત્રી બદલાયા છે. શુક્રવારે રાત્રે રાજીનામું આપનારા તીરથસિંહ રાવતને તો ચાર માસ પહેલા જ મુખ્યમંત્રી બનાવાયા હતા. ઉત્તરાખંડની ચૂંટણી એપ્રિલ માસમાં છે તેવે સમયે ઉત્તરાખંડમાં નેતાગીરી પરિવર્તનનો વધુ એક ખેલ ખેલાઈ ગયો છે.આ કાંઈ જેવી તેવી વાત તો નથી જ. ૧૦મી માર્ચે તીરથસિંહ રાવત મુખ્યમંત્રી બન્યા અને તેઓ ધારાસભ્ય નથી તેથી તેમના માટે ચૂંટણી જીતવી જરૂરી છે અને ૧૦મી સપ્ટેમ્બર પહેલા ધારાસભ્ય બનવું જરૂરી છે. પરંતુ ઉત્તરાખંડમાં બે બેઠક ખાલી હોવા છતાં વિધાનસભા ચૂંટણી નજીક હોવાના કારણે અને કોરોનાના મુદ્દા પર ચૂંટણીપંચ આ બેઠકોની પેટાચૂંટણી યોજી શકે તેમ નથી.રાજકોટ 2 રાજકીય અસ્થિરતાની પરંપરા એટલે ઉત્તરાખંડ

ઉત્તરાખંડ એ કુદરતી આપત્તિ સહન કરતું અને ઉત્તરપ્રદેશમાંથી અલગ પડેલું રાજ્ય છે. જ્યારે તે ઉત્તરપ્રદેશમાં હતું ત્યારે ત્યાં એક જમાનામાં સ્વ. હેમવંતીનંદન બહુગુણાનો અને સ્વ. એન.ડી.તિવારીનો ડંકો વાગતો હતો. આ બન્ને ભૂતકાળમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ઉત્તરાખંડના ૨૦ વર્ષના ઈતિહાસમાં નારાયણદત્ત તિવારી જ એક એવા મુખ્યમંત્રી હતા તેમણે ૨૦૦૨થી ૨૦૦૭ સુધીનો પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો.

૨૦૧૭ની ચૂંટણી પહેલા ઉત્તરાખંડમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ તેને અધવચ્ચે વિજય બહુગુણાને હટાવીને હરીશ રાવતને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા. જાે કે ત્યાર બાદ વિજય બહુગુણા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પણ પ્રધાન નથી. વિજય બહુગુણા સ્વ. હેમવંતીનંદન બહુગુણાના પુત્ર છે. બહુગુણા પરિવારના રીટા બહુગુણા જાેશી વર્ષો સુધી યુપી કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ રહ્યા બાદ ૨૦૧૬માં ભાજપમાં જાેડાયા હતા અને ૨૦૧૭માં લખનૌના ધારાસભ્યપદે ચૂંટાયા બાદ તેઓ યોગી આદિત્યનાથના પ્રધાનમંડળમાં મંત્રી છે.

રાજકોટ 3 રાજકીય અસ્થિરતાની પરંપરા એટલે ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં કોંગ્રેસે બે વખત અને ભાજપે ચાર વખત અધવચ્ચે મુખ્યમંત્રી બદલાવ્યા છે. હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહેલા કોશીયારી પણ ઉત્તરાખંડનું મુખ્યમંત્રીપદ ભોગવી ચૂક્યા છે.

ગુજરાતમાં ૨૦૧૭ની ચૂંટણીના નવ માસ પહેલા મુખ્યમંત્રી પદેથી વયમર્યાદાનું કારણ બતાવી પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ પદે થોડા સમય રહ્યા બાદ હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ પદે છે.

તીરથસિંહ રાવતનો ભોગ લેવાયો છે તેવો શબ્દ એટલા માટે વાપરી શકાય કે જાે ચૂંટણીપંચે ઉત્તરાખંડની બે બેઠકોની પેટાચૂંટણી ધારત તો યોજી શકત પરંતુ કોરોનાનું બહાનું પંચે ધર્યું છે. ખરી રીતે બહાનું બીજુ છે. દેશમાં ૨૫ વિધાનસભા બેઠકો ખાલી છે. જેમાં ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળની ૪ બેઠકો પણ છે. ઉત્તરાખંડની બે બેઠકોની પેટાચૂંટણી યોજાય તો બંગાળની પણ યોજવી પડે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ નંદીગ્રામની બેઠક પર પરાજિત થયા હોવાથી હાલ ધારાસભ્ય નથી. તેમને પણ ૯મી નવેમ્બર પહેલા ધારાસભ્ય બનવું પડે તેમ છે. આ પહેલા ધારાસભ્ય ન બને તો મુખ્યમંત્રી પદ છોડવું પડે તેમ છે. જાે કે તેઓ બંધારણની કલમ ૧૬૪ હેઠળ ફરી શપથ લઈ મુખ્યમંત્રી બની શકે પરંતુ ભૂતકાળમાં ૧૯૯૫માં પંજાબના એક મંત્રી તેજપ્રતાપસિંઘના કેસમાં ૧૬૪ હેઠળ ફરી મંત્રી બની શક્યા નહોતા.

રાજકોટ 4 રાજકીય અસ્થિરતાની પરંપરા એટલે ઉત્તરાખંડ

બંગાળમાં ચૂંટણી પછીની હિંસા મુદ્દે તપાસ ચાલું છે. સુપ્રીમમાં હિંસા મુદ્દે તપાસ ચાલું છે. સુપ્રીમમાં અરજી છે અને તેમાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ થઈ છે. પંચ આ પ્રકરણનો જે ચૂકાદો આપે તે પણ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને રાજ્યપાલ જયદીપ ધનખડ વચ્ચે જે શાબ્દિક યુધ્ધ ચાલે છે તે જાેતાં મમતા બેનરજીને ધારાસભ્યપદ વગર રાજ્યપાલ મુખ્યમંત્રી પદના બીજીવાર શપથ માટે આમંત્રણ આપે તેવી શક્યતા ઓછી છે તો બીજી બાજુ ચૂંટણી પંચ તો કેન્દ્રના ઈશારે જ તારીખો જાહેર કરે છે. તે વાત તો જગજાહેર છે. એટલે કોરોનાની ત્રીજી સંભવિત લહેરનું બહાનું આપી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરે તેવી શક્યતા ઓછી છે. જાે કે મમતા બેનરજી પાસે બીજા વિકલ્પો છે પણ થોડા સમય માટે પણ મમતા બેનરજી હોદ્દાથી દૂર રહે તેવો વ્યૂહ કેન્દ્ર અને ભાજપનો છે. આ કારણ માટે પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતનો ભોગ લેવાયો છે.

ઉત્તરાખંડમાં કોંગ્રેસ આ વખતે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. એન્ટી ઈન્કમ્બન્સીનું પ્રમાણ વધારે છે અને ૨૦૧૭ બાદ ત્રણ વખત મુખ્યમંત્રી બદલવાનો મુદ્દો પણ ભાજપ સામે પ્રચારનો મુદ્દો બને તેમ છે. જાે કે માયાવતી ઉત્તરાખંડમાં ત્રીજા બળ તરીકે હાજર હશે અને યુપીની સાથે અમૂક વિસ્તારોમાં ભાજપની ‘બી’ ટીમ ગણાતો ઓવીસીનો પક્ષ પણ હાજરી પુરાવી શકે તેમ છે. આ બધી શક્યતાઓ વચ્ચે બંગાળનો મુદ્દો ઉત્તરાખંડના મુખ્યમંત્રીને નડ્યો છે તેવું સહેલાઈથી કહી શકાય તેમ છે.