Obsession/ હું જ ભગવાન રામ અને કૃષ્ણ છું, ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છું : જળસંપત્તિ વિભાગના ઈજનેર રમેશ ચંદ્ર ફોકરે

અધિકારી રમેશચંદ્ર ફોકરે પોતાને ભગવાનનો કલ્કી અવતાર ગણાવે છે. તેઓ પોતાને ભગવાન રામ અને કૃષ્ણ ગણાવે છે. તો સાથે પોતાની પત્નીને લક્ષ્મી ગણે છે. તો પોતાની માતાને અહલ્યાબાઈનો અવતાર ગણાવે છે.

Gujarat Rajkot Trending
  • રાજકોટમાં પોતાને કલકી અવતાર ગણાવતા વ્યક્તિ વિવાદમાં
  • રમેશ ચંદ્ર ફોફરે આપી દેશમાં દુષ્કાળ લાવવાની ચિમકી
  • સચિવને પત્ર લખી આપી માહિતી
  • પોતે કલકી અવતાર હોવાનો ફરીથી કર્યો દાવો

ગુજરાતમાં  રાજકોટ ખાતે રહેતા એક સરકારી અધિકારીએ પોતે કલ્કી અવતાર હવાનો દાવો કર્યો છે. અને બધાને ચોકાવી દીધા છે. છેલ્લા કેટલાય સમયથી નોકરી પર ગેર હાજર રહેતા તેમણે કારણ દર્શક નોટીસ પાઠવવામાં આવી હતી. તેના જવાબમાં તેમણે પોતે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર હોવાનું જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ખાતે રહેતા અને વડોદરા ખાતે જળ સંપત્તિ વિભાગમાં ફરજ બજાવતા રમેશ ચંદ્ર ફોકરે તેમના ઉપરી અધિકારીઓને પત્ર લખી જણાવ્યું હતું કે, તે વિષ્ણુનો દસમો અવતાર એટલે કે કલ્કી અવતાર છે એટલે પોતે ઑફિસ નહીં આવી શકે. વૈશ્વિક કોન્શિયસ માટે આપણે પાંચમા સ્તરમાં એટલે કે ડાઇમેન્શનમાં પ્રવેશ કરીએ તે માટે પોતે તપશ્ચર્યા કરી રહ્યા છે. એન્જિનિયર રમેશ ચંદ્ર ફોકરેને જ્યારે નોકરીમાં સતત ગેરહાજર રહેવા બદલ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી ત્યારે તેમણે પોતાની ગેરહાજરી માટે  પોતે કલ્કી અવતાર હોવાનું લેખિતમાં જણાવ્યું હતું.

અધિકારી રમેશચંદ્ર ફોકરે પોતાને ભગવાનનો કલ્કી અવતાર ગણાવે છે. તેઓ પોતાને ભગવાન રામ અને કૃષ્ણ ગણાવે છે. તો સાથે પોતાની પત્નીને લક્ષ્મી ગણે છે. તો પોતાની માતાને અહલ્યાબાઈનો અવતાર ગણાવે છે. મજાની વાત એ છે કે ઈજનેર લાખોની સંપત્તિ પણ ધરાવે છે.

તેમની સાધનાને કારણે રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. તેમની સાધનાને કારણે જ દુષ્કાળ પડતો નથી. માટે તેમની સાધનામાં ખલેલ ન પાડવી. તેમણે કહ્યું હતું કે પહેલા દર ત્રણ વર્ષએ દુકાળ પડતો હતો પણ તેમની સાધના થકી હવે દુષ્કાળ એ દૂરની વાત થઈ ગઈ છે. છેલ્લા 19 વર્ષથી સારો વરસાદ પડી રહ્યો છે. હું કલ્કી અવતાર છું તેથી જ આ શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં હું ઓફિસમાં ભૌતિક રીતે બેસું તેના કરતાં ઘરે રહીને સાધના કરું તે જ મહત્વનું છે.