Not Set/ ભાવનગર/ અલકા સિનેમા પાછળના ગોડાઈનમાં લાગી ભીષણ આગ, આગથી મોટું નુકસાન થયું હોવાની ભીતિ

@અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ – ભાવનગર  ભાવનગર શહેરના અલકા સિનેમા પાછળ આવેલા બોડિયા મહાદેવ મંદિર વાળા ખાંચામાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. બોડિયા મહાદેવ મંદિર વાળા ખાંચામાં આવેલા અલંગનો સમાન રાખવાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉન જુનવાણી મકાનમાં હોવા થી  જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને આજુબાજુમાં આવેલા ઓક્સિજન ગેસના […]

Gujarat Others

@અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ – ભાવનગર 

ભાવનગર શહેરના અલકા સિનેમા પાછળ આવેલા બોડિયા મહાદેવ મંદિર વાળા ખાંચામાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. બોડિયા મહાદેવ મંદિર વાળા ખાંચામાં આવેલા અલંગનો સમાન રાખવાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉન જુનવાણી મકાનમાં હોવા થી  જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને આજુબાજુમાં આવેલા ઓક્સિજન ગેસના બાટલાના અને કલરના ગોડાઉનને ઝપેટમાં લઇ લેતા ત્રણ જેટલાં ગોડાઉનનો સમાન સળગી ઉઠ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

તેમજ ગોડાઉનની અડીને આવેલા રહેણાંકી મકાન ધારકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. આગની ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર, પોલીસ અને પીજીવીસીએલ સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પીજીવીસીએલ સ્ટાફ દ્વારા તત્કાલ વીજ પુરવઠો બંધ કરાયો હતો. અને ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા ચાર ગાડી પાણી છાંટી વહેલી સવારે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગનું કારણ કે નુકશાની જાણવા મળી ન હતી. અને સદ્નસીબે કોઈ જાનહાની પણ થવા પામી ન હતી. પણ આગમાં જે ત્રણ જેટલાં ગોડાઉનનો સમાન સળગી ઉઠ્યો તે પર થી મોટી નુકશાની થઈ હોવાનું અનુમાન લગાવી શકાય. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.