Surat News/ વીમાની રકમ માટે આખા પરિવારને ખતમ કરવાનું કાવતરું! બારડોલી ટ્રિપલ મર્ડરમાં બોગસ ઇન્સ્યોરન્સનો ચોંકાવનારો ખુલાસો

Bardoli Triple Murder: બારડોલીના ઉવા ગામ નજીક પરિવારને નહેરમાં ફેંકવાના ટ્રિપલ મર્ડર કેસમાં બોગસ વીમાનું કાવતરું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, વીમાની રકમ મેળવવા માટે પરિવારને નિશાન બનાવાયો હતો. એક મુખ્ય શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat
Bardoli Triple Murder: બારડોલી ટ્રિપલ મર્ડરમાં મોટો ખુલાસો, બોગસ વીમા માટે પરિવારને નિશાન બનાવ્યાનો આરોપ

Surat News: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક 24 નવેમ્બરે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એક શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંકી દેવાના ટ્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા (Bardoli Triple Murder) થયા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ હત્યાકાંડ પાછળ બોગસ વીમા પોલિસી અને તેની રકમ મેળવવાનું કાવતરું હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને બારડોલીના પોલીસ અધિકારી સાથે ફોન પર વાતચીત કરી તપાસની વિગતો મેળવી હતી.

Bardoli Triple Murder: વીમાના કૌભાંડનો ભાંડો ફૂટવાનો હતો, તેથી પરિવારને નિશાન બનાવ્યો

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતક કવિતા પાટીલના પ્રથમ પતિ સંજય પાટીલનું અગાઉ અકસ્માતમાં મોત થયું હોવાનું દર્શાવી આરોપીઓએ વીમાની રકમ મેળવી હતી. ત્યારબાદ આ જ ટોળકીએ કવિતા અને તેના બીજા પતિ નીતિન પાટીલના નામે પણ બોગસ વીમો ઉતરાવ્યો (Fake Insurance Scam) હતો.

આ મામલે મહારાષ્ટ્રના મેઘવાણબારી પોલીસ સ્ટેશનમાં 20 નવેમ્બરે ગુનો નોંધાયો હતો. નીતિન અને કવિતા આ કૌભાંડમાં નિર્દોષ હોવાનું જણાવી પોલીસ અધિક્ષક (SP) અને નાયબ પોલીસ અધિક્ષક (DySP) સમક્ષ રજૂઆત કરવાના હતા. જોકે, આ કૌભાંડનો ભાંડો ફૂટી જવાની આશંકાથી આરોપીઓએ સમગ્ર પરિવારને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હોવાની પોલીસની તપાસમાં વિગતો સામે આવી છે.

ઘર અને રિક્ષાની લાલચ આપીને પરિવારને સુરત લાવ્યા

પોલીસ અધિકારી સાથેની વાતચીતમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીઓએ પરિવારને સુરતમાં સ્થાયી કરવાની અને રહેવા માટે ઘર તથા રોજગારી માટે રિક્ષા અપાવવાની લાલચ આપી હતી. નીતિન, તેની પત્ની કવિતા અને ચાર બાળકો સહિત પરિવારના છ સભ્યોને ઇકો અને ક્રેટા કારમાં બેસાડીને સુરત લાવવામાં આવી રહ્યા હતા.

રસ્તામાં નહેર પાસે આરોપીઓએ પરિવારના સભ્યોને કાબૂમાં લઈ નહેરમાં ફેંકી દીધા હોવાનો પોલીસનો આરોપ છે. આ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં (Surat Crime News) છે.

Bardoli Triple Murder: બારડોલી ટ્રિપલ મર્ડરમાં મોટો ખુલાસો, બોગસ વીમા માટે પરિવારને નિશાન બનાવ્યાનો આરોપ
Bardoli Triple Murder: બારડોલી ટ્રિપલ મર્ડરમાં મોટો ખુલાસો, બોગસ વીમા માટે પરિવારને નિશાન બનાવ્યાનો આરોપ

એક બાળક બચી જતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ

આ ઘટનામાં નહેરમાંથી એક બાળક બહાર નીકળીને બચી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ગુમ થયેલા અન્ય બે સભ્યોની શોધખોળ (Gujarat Crime) ચાલી રહી છે.

સુરત ગ્રામ્ય પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પારોલામાંથી મુખ્ય શંકાસ્પદ સદાનંદ ઉર્ફે ખાંડીયા રામદાસ બદાણેની અટકાયત કરી છે. પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Bardoli Triple Murder: બારડોલી ટ્રિપલ મર્ડરમાં મોટો ખુલાસો, બોગસ વીમા માટે પરિવારને નિશાન બનાવ્યાનો આરોપ
Bardoli Triple Murder: બારડોલી ટ્રિપલ મર્ડરમાં મોટો ખુલાસો, બોગસ વીમા માટે પરિવારને નિશાન બનાવ્યાનો આરોપ

મૃતક પરિવારની ઓળખ

  • નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ – ઉંમર આશરે 45 વર્ષ (પતિ)
  • કવિતા નીતિન પાટીલ – ઉંમર આશરે 38 વર્ષ (પત્ની)
  • સ્વીટી સંજય પાટીલ – 6 વર્ષની બાળકી

આ કેસમાં પોલીસની વધુ તપાસ અને ગુમ થયેલા પરિવારજનોની શોધખોળ ચાલુ છે.


આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ટ્રિપલ મર્ડર: રામલીલાના હિસાબ મુદ્દે ફાયરિંગ, મુખ્ય આરોપી કસ્ટડીમાં

આ પણ વાંચો: અમેરિકા ટેક્સાસમાં ટ્રિપલ મર્ડરથી ચકચાર: પુત્ર જ બન્યો માતા-પિતા અને દાદીનો કાતિલ

આ પણ વાંચો: રાજકોટ શહેરમાં દિવાળી બની રક્તરંજીત , આંબેડકર નગરમાં ટ્રિપલ મર્ડર