Bharuch News/ ભરૂચમાં મનરેગા યોજનામાં રૂ. 7.30 કરોડનું કૌભાંડ, SITની રચના કરાઈ

ગરીબો માટે સરકારે અમલી બનાવેલી મનરેગા યોજનાનો ઉપયોગ સરકારી કર્મચારીઓ પોતાની ગરીબી દૂર કરવા માટે કરી રહ્યા છે. ગુજરાતના લગભગ દરેક જિલ્લા જાણે મનરેગા કૌભાંડની ઝપેટમાં હોય તેમ લાગે છે.

Top Stories Gujarat Others Breaking News

Bharuch News: ગરીબો માટે સરકારે અમલી બનાવેલી મનરેગા યોજનાનો ઉપયોગ સરકારી કર્મચારીઓ પોતાની ગરીબી દૂર કરવા માટે કરી રહ્યા છે. ગુજરાતના લગભગ દરેક જિલ્લા જાણે મનરેગા કૌભાંડની ઝપેટમાં હોય તેમ લાગે છે.

ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાની શંકા છે. આ કૌભાંડમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સી સંડોવાયેલી છે. આ કૌભાંડને પણ હજી પાશેરામાં પહેલી પૂણી માનવામાં આવે છે. તપાસમાં ઊંડા ઉતરતા કૌભાંડની રકમનો વ્યાપ વધે તો પણ આશ્ચર્ય નહીં થાય.

બંને એજન્સીઓએ મળીને 11 ગામોમાં મનરેગા હેઠળના કામોમાં ગેરરીતિ કરીને સરકાર પાસેથી 19.64 લાખ રૂપિયા મેળવ્યા હતા. આ મામલે ભરૂચ શહેર વિભાગીય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલાની તપાસ માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એક ખાસ ટીમ બનાવી છે. ટીમમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

તપાસ અધિકારી આર.એમ. વસાવાની આગેવાની હેઠળની ટીમે હાંસોટ તાલુકાના સામલી, કાંટીયાજલ, બોલણ અને સુનેવખુદ ગામમાં તપાસ કરી છે. પોલીસે આ ગામોમાં પાંચ કેસ સહિત કાર્યવાહી પૂર્ણ કરી છે. આ કૌભાંડમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આમ ગરીબોના ખિસ્સામાં એક રૂપિયો પણ નહીં જવા દેવાનું જાણે આ કૌભાંડીઓએ નક્કી કરી લીધું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભરૂચમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર ઉછાલીનો બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો છે બ્રિજ એંગલ અને

આ પણ વાંચો: ચૂંટણી પહેલાં સનસનીખેજ સમાચાર, ફૈઝલ પટેલ ઉતર્યા કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં, કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં પુત્ર, કોંગી ઉમેદવાર માટે કર્યો પ્રચાર, મંતવ્ય ન્યૂઝ પર ફૈઝલ પટેલે આપી

આ પણ વાંચો: જાણો શું કહ્યું ભરૂચનાં જીલ્લા કલેક્ટરે મંતવ્ય ન્યૂઝ સાથેની Exclusive મુલાકાતમાં…