Tharad/ થરાદ તાલુકાના ખેગરપુરા ગામ પાસે દુ:ખદ ઘટના સર્જાઈ, ટ્રકે પલટી ખાતા 4 મજૂરો મોત

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે મજૂરો રસ્તાની બાજુમાં ગટર બનાવવામાં વ્યસ્ત હતા,

Top Stories Gujarat Others Breaking News

Tharad News: થરાદ (Tharad) તાલુકાના ખેગરપુરા ગામ પાસે એક દુ:ખદ ઘટના સર્જાઈ છે. ખેગરપુરા ગામ નજીક રસ્તા પર નાળા બનાવવાનું કામ કરી રહેલા ચાર મજૂરો પર રેતી ભરેલી ટ્રક પલટી ગઈ, જેમાં તેમના મોત (Death) થયા. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. બધા મજૂરો દાહોદ (Dahod) વિસ્તારના વતની હતા.

આ દુ:ખદ ઘટના ખેગરપુરા ગામ નજીક બની હતી, જ્યાં રસ્તાની બાજુમાં ગટર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. અચાનક રેતી ભરેલી એક હાઇવે ટ્રક કાબુ બહાર ગઈ અને ત્યાં કામ કરી રહેલા કામદારો પર પલટી ગઈ. ઘટનાની માહિતી મળતા જ થરાદ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. 108 એમ્બ્યુલન્સ અને જેસીબી મશીનો સાથે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. માટી અને રેતીના ઢગલા નીચે દટાયેલા કામદારોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ચારેય કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે મજૂરો રસ્તાની બાજુમાં ગટર બનાવવામાં વ્યસ્ત હતા, ત્યારે રેતી ભરેલી ટ્રક પલટી ગઈ. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. થરાદના નાયબ પોલીસ અધિક્ષક (DySP) એસ.એમ. વારોતરિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

પોલીસે જણાવ્યું હતું કે, “આજે સાંજે લગભગ 4:30 વાગ્યે, ખેગરપુરા ગામ નજીક રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. કેટલાક લોકો રસ્તાની દિવાલ બનાવવા માટે માટી ખોદી રહ્યા હતા. આ સમયે, રેતી ભરેલી એક હાઇવે ટ્રક પસાર થઈ અને ડ્રાઇવરે વળાંક પર ધ્યાન ન આપ્યું અને ટ્રક પલટી ગઈ. કમનસીબે, ટ્રક નીચે કચડાઈ જવાથી ત્રણ મહિલાઓ અને એક બાળકનું મૃત્યુ થયું. આ ઘટનામાં જે કોઈ બેદરકારી દાખવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.” સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટ્રકમાં શાકભાજી-ફળ વેચવા જઈ રહ્યા હતા, રસ્તામાં કાળને ભેટ્યાં 11 લોકો

આ પણ વાંચો:પ્રાંતિજમાં ટ્રક સાથે ટેન્કર અથડાતાં 25 વર્ષીય યુવકનું મોત

આ પણ વાંચો:બીમાર પતિને હોસ્પિટલ લઈ જઈ રહી હતી મહિલા, એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાઈ, બંનેના મોત