Not Set/ મહેસાણા: 13 વર્ષની બાળાને ૩ હવસખોરોએ પીંખી નાખી

મહેસાણા દેશભરમાં નાની બાળાઓ પર થઇ રહેલ દુષ્કર્મ અને અત્યાચાર મામલે રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામે ઘરની બહાર ક્રિકેટ રમતી એક 13 વર્ષીય સગીરનું અપહરણ કરી જઇને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રણ આરોપીઓ તેનું અપહરણ કરીને એક અવાવરું મકાનમાં લઈ ગયા હતા. જયાં આરોપીઓએ […]

Top Stories Gujarat Trending

મહેસાણા

દેશભરમાં નાની બાળાઓ પર થઇ રહેલ દુષ્કર્મ અને અત્યાચાર મામલે રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામે ઘરની બહાર ક્રિકેટ રમતી એક 13 વર્ષીય સગીરનું અપહરણ કરી જઇને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્રણ આરોપીઓ તેનું અપહરણ કરીને એક અવાવરું મકાનમાં લઈ ગયા હતા. જયાં આરોપીઓએ તેની મરજી વિરુદ્ધ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતુ અને બળજબરી પૂર્વક સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં.

ત્યાર બાદ આરોપીઓએ ભોગ બનાનર સગીરને આ વાતની જાણ કોઈને ન કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે ગભરાઇ ગયેલા સગીરે પોતાના પરિવારને જાણ કરતા ભોગ બનનારના પિતા દ્વારા લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ આધારે લાડોલ પોલીસે ભોગ બનનાર બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.