Not Set/ પ્રદેશ ભાજપની બેઠક બાદ આઈ. કે. જાડેજાનું નિવેદન, ખેડૂતો મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહારો

ગાંધીનગર, ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની બેઠક યોજવામાં આવી હતી. જે બાદ ભાજપ પ્રવક્તા આઈ.કે.જાડેજાએ આગામી કાર્યકમો અંગે મહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકસભા ચુંટણીને લઈ વિસ્તારક યોજનાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સરદારના સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કામ પુર્ણ થયુ છે. ત્યારે 31 ઓક્ટોબર તેનુ પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે. તે પહેલા એકતા યાત્રાનું […]

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની બેઠક યોજવામાં આવી હતી. જે બાદ ભાજપ પ્રવક્તા આઈ.કે.જાડેજાએ આગામી કાર્યકમો અંગે મહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, લોકસભા ચુંટણીને લઈ વિસ્તારક યોજનાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સરદારના સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કામ પુર્ણ થયુ છે. ત્યારે 31 ઓક્ટોબર તેનુ પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે. તે પહેલા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સરદાર પટેલના વિચારો સાથે માહિતી મળી રહે તે માટે 20-29 યાત્રા યોજાશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓ અલગ અલગ જગ્યાએ પ્રારંભ કરાવશે. વધુમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેતી કરતા ખેડૂતોને તોડવાનું કામ કરી રહી છે.