આવું પણ બને/ રાજસ્થાની પેટ્રોલ ભરાવવા લોકો ગુજરાત આવે છે : વિશ્વાસ નથી આવતો?, તો વાંચો આ વિશેષ અહેવાલ

સતત ઈંધણનો ભાવ વધારો લોકોને ઈંધણ ચોરી માટે પણ મજબૂર કરી શકે છે. આવી અનેક બાબતો વિચારીને, ધ્યાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઈંધણણા ભાવ નિયંત્રણ કરવામાં આવે તે જ જનહિતલક્ષી છે.

Top Stories Gujarat Others
પેટ્રોલ

એક તરફ ઈંધણનો ભાવ વધતો જાય ત્યારે પેટ્રોલ , ડીઝલ એન એસીનજીમાં એક એક રૂપિયો બચાવવા માટે લોકો સતત મથામણ કરીન રહ્યા છે. તાજેતરમાં એક વાત જાણવા મળી રહી છે કે રાજસ્થાન થી પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે લોકો છેટ ગુજરાત આવી રહ્યાં છે. કારણકે અરવલ્લી જિલ્લો ગુજરાત અને રાજસ્થાન નો સરહદી જિલ્લો છે અને રાજસ્થાન કરતાં ગુજરાતમાં ઈંધણનો ભાવ ઓછો હોવાથી રાજસ્થાનીઓ ગુજરાતમાં આવીને પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યાં છે.

મળતી વિગત અનુસાર ગુજરાત કરતા રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારે હોવાથી વાહન ચાલકો ગુજરાતમાં આવી પેટ્રોલ અને ડીઝલ ભરાવી રહ્યા છે.  રાજસ્થાનમાં ડીઝલનો ભાવ 102.63 રૂપિયા, પેટ્રોલનો ભાવ 119.91 રૂપિયા તેમજ સીએનજીમાં 87.88 રૂપિયા છે.  જેની સામે ગુજરાતના સરહદી જિલ્લા અરવલ્લી બોર્ડર વિસ્તારના પેટ્રોલ પમ્પના ભાવ પેટ્રોલ રૂ.106.22 પ્રતિ લિટર, ડીઝલ રૂ.100.57 તેમજ સીએનજીમાં 79.27 રૂપિયા જેટલો ભાવ છે. જેના કારણે રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલમાં 13 રૂપિયા લિટરે ઓછો ભાવ છે અને ડીઝલમાં 3 રૂપિયા એક લિટરે ભાવ ઓછો છે. બીજી તરફ સીએનજીમાં પણ આઠ રૂપિયા જેટલો ફરક જોવા મળી રહયો છે.  ત્યારે વાહન ચાલકો રાજસ્થાનથી ગુજરાતમાં આવી પેટ્રોલ ભરાવી રહ્યા છે. મુંબઈ તરફથી હરિયાણા તરફ જતા ટ્રક ચાલકો ગુજરાતમાં ટ્રક્નું ડીઝલ ફૂલ કરાવે તો 500 થી 1000 રૂપિયાનો લાભ તેમને થઇ રહ્યો છે. સાથે જ પેટ્રોલ કાર ચાલકોને રાજસ્થાનમાં વેટનાં ભાવવધારાએ પરેશાન કરી મુક્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના રતનપુર બોર્ડર વિસ્તારના 5  પેટ્રોલપંપ પર હવે 75 હજાર લીટર જેટલું દૈનિક ઇંધણ વપરાશ વધ્યો છે.

પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનાં  વધતાં જતાંથી લોકો પરેશાન થઈ રહ્યાં છે ત્યારે તેઓ યેનકેન પ્રકારે આ મોંઘવારીનો માર ઓછો કરવા માગે છે. સતત ઈંધણનો ભાવ વધારો લોકોને ઈંધણ ચોરી માટે પણ મજબૂર કરી શકે છે. આવી અનેક બાબતો વિચારીને, ધ્યાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઈંધણણા ભાવ નિયંત્રણ કરવામાં આવે તે જ જનહિતલક્ષી છે.

આ પણ વાંચો : થરાદની શાળામાં વિદ્યાર્થીઓ માટે સુરક્ષા નહિ ભયનું વાતાવરણ : જાણો શા કારણે છે ડર