પાલનપુરવાસીઓ દ્વારા કાળમુખા કોરોનાનાં કહેરને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા, પાલનપુરનાં વેપારીએ દ્વારા શહેરમાં વધતુ જોવ મળી રહેલ કોરોનાનું સંક્રમણ અટકાવવા અને શહેરને કોરોનાથી બચાવવા માટે હવેથી શહેરમાં સ્વયંભૂ રીતે આંશીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

પાલનપુરમાં હવેથી આગામી નિર્ણય સુધી સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી જ તમામ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. વેપારી વર્ગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંતરગત કરિયાણા, સોની, પ્લાયવુડ, ફૂટવેર સહિતનાં તમામ વેપારીઓ આ નિર્ણયનું પાલન કરશે અને શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવામાં અને શહરેને સુરક્ષીત રાખવામાં મદદ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
