Ahmedabad News: લ્યો બોલો અત્યાર સુધી નકલી માલ,નકલી દારૂ,નકલી પોલીસ વગેરે પકડાયું હોવાનું તમે સાંભળ્યુ હશે થોડા સમય પહેલા નકલી કોર્ટ હોવાની ઘટના સામે આવી હતી. પરંતુ હવે તો હદ થઈ ગઈ આખે આખું નકલી દવાખાનું? જી હા અમદાવાદનાં (Ahmedabad) નરોડા વિસ્તારમાં એક નકલી હોસ્પિટલ (fake hospital) સામે આવી છે. જેમાં હોસ્પિટલથી લઈને ડોક્ટર સહિત બધુ જ નકલી છે. આ નકલી ડોક્ટર બનાવટી રીતે લોકોને ઠગતો અને પૈસા પડાવી તેમની સારવાર કરતો હતો.
આપને જણાવી દઈએ આ સાનદાર થ્રી સ્ટાર હોસ્પિટલને આ ઠગ ડોક્ટર દ્રારા શરૂ કરવામાં આવી હતી. જેમાં ICUથી લઈને ટ્રોમા સેન્ટર પણ શરૂ કરાયેલું હતું. પરંતુ હવે તેની પોલ ખૂલતાં પોલીસે આ ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ નકલી હોસ્પિટલના માલિકની ધરપકડ પણ કરવામાં આવી છે. એટલુજ નહીં આ ડિગ્રી અનેરજીસ્ટ્રેશન વગરની હોપિટલ સામે આવતા તંત્ર પણ દોડતું થયું છે. જાણકારી અનુસાર આ હોસ્પીટલમાં આ ઠગ ડોક્ટર દર્દીઓના એડમિટ હોવાનું દેખાડી તેમના મેડિકલેમ કરતો હતો અને ત્યાર બાદ તેનો લાભ ઉઠાવતો હતો.
આ સમગ્ર કોંભાંડની જાણ થતાં વીમા કંપનીએ હોસ્પીટલમાં તપાસ હાથ ધરી હતી જેમાં તેમને સમગ્ર હકીકતની જાણ થઈ હતી. અને આ હોસ્પિટલનો પર્દાફાસ થયો હતો. આપણે જણાવી દઈએ આ માહિતીના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં આ બધુ કોંભાંડ બહાર આવ્યું હતું. આ કેસમાં નકલી ડોક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં નકલી સિક્કા, બનાવટી દસ્તાવેજો, બનાવટી સી ફોર્મ અને ખોટા અહેવાલો પોલીસે જપ્ત કર્યા છે. હોસ્પિટલ ખોટા બિલ, દર્દીઓ અને રિપોર્ટના આધારે મેડિક્લેમ તૈયાર કરતી હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે
