Not Set/ હે રામ: સીએમ રૂપાણીએ ખરીદેલી ખાદીના બિલની ચૂકવણીમાં ભૂલ, બીલ બન્યું રૂ. 13595 નું અને ચૂકવાયા 135 રૂપિયા

અમદાવાદ, સોશ્યલ મીડિયામાં આજે ગાંધી જયંતિના દિવસે એક ખાદીની ખરીદીનું બીલ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે, ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઓછા બીલની ચુકવણીના બદલે વધારે રૂપિયાનું બીલ આવી જતું હોય છે. પરંતુ સીએમ વિજય રૂપાણીએ ગાંધી જયંતિ નિમિત્તે ખાદીની ખરીદી કરી જેમાં બીલ વધારે આવ્યું અને ચુકવણી સાવ ઓછી. સીએમ વિજય રૂપાણીએ આજે બીજી ઓક્ટોબરને […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

સોશ્યલ મીડિયામાં આજે ગાંધી જયંતિના દિવસે એક ખાદીની ખરીદીનું બીલ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે, ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઓછા બીલની ચુકવણીના બદલે વધારે રૂપિયાનું બીલ આવી જતું હોય છે. પરંતુ સીએમ વિજય રૂપાણીએ ગાંધી જયંતિ નિમિત્તે ખાદીની ખરીદી કરી જેમાં બીલ વધારે આવ્યું અને ચુકવણી સાવ ઓછી.

સીએમ વિજય રૂપાણીએ આજે બીજી ઓક્ટોબરને ગાંધી જયંતિ નિમિત્તે ખાદીની ખરીદી કરી હતી. તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ સાથે હતાં. ખાદી ખરીદવા માટે મુખ્યમંત્રીના પત્નીએ કેશલેશનો ઉપયોગ કર્યો હતો. બિલ બન્યું 13,595 જ્યારે  માત્ર 135 રૂપિયાની ચૂકવણી કરી હતી.