Gujarat/ જો નહેરૂને બદલે સરદાર હોત તો…..કદાચ દેશનાં ભાગલા પડયા ના હોત..કોંગ્રેસ પક્ષ પર મુખ્યમંત્રીનાં વાક્પ્રહાર

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ…બારડોલીનાં હરિપુરામાં ખાસ કાર્યક્રમ….હરિપુરા ઇતિહાસની ગૌરવગાથાનું બન્યું સ્થળ

Gujarat Others

@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા – આજે દેશનાં યાદગાર નેતા સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે.સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવાઇ રહી છે ત્યારે સુરતનાં બારડોલીનાં હરિપુરા ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું. હરિપુરાની યાદ એ ગૌરવશાળી ઇતિહાસનું સાક્ષી છે કારણકે ભૂતકાળમાં સુભાષચંદ્ર બોઝ 1938માં કોંગ્રેસનું 51મું અધિવેશન હરિપુરામાં યોજાયું હતું ત્યાં હાજરી આપી હતી.જેને લઇને આ ક્ષણ ઐતિહાસિક બની હતી .

જો નહેરૂને બદલે સરદાર હોત તો..

 મુખ્યમંત્રી રૂપાણીએ આ જ બારડોલીનાં હરિપુરા ગામ પાસે કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.મુખ્યમંત્રી રૂપાણીએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરૂ કરતાં સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલની લોકપ્રિયતા દેશનાં લોકોમાં વધારે હતી.જવાહરલાલ નહેરૂનાં સત્તાને માટે વડાપ્રધાન પદનાં ઉમેદવાર તરીકે કોંગ્રેસમાં પોતે વડાપ્રધાન બન્યાં.ઘણી ચર્ચા ચાલતી હતી કે કદાચ નહેરૂને બદલે સરદાર પટેલ વડાપ્રધાન  હોત તો આ કાશ્મીરનો પ્રશ્ન હજી સળગતો ના હોત .

કોંગ્રેસ પર મુખ્યમંત્રીએ તાકયું નિશાન

મુખ્યમંત્રી રૂપાણીએ કાર્યક્રમમાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પર વાર કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે પરિવારવાદમાંથી બહાર નીકળીને કોંગ્રેસે સાચો ઇતિહાસને બંધ કરવાના પ્રયાસ કર્યા હતા.કોઇપણ રાષ્ટ્ર પોતાનાં ઉજ્જવળ ઇતિહાસથી પ્રેરિત થઇને ભવિષ્યની પેઢી આ દેશ માટે ઝઝૂમતા હોય છે ત્યારે કોંગ્રેસને નિશાન બનાવી મુખ્યમંત્રી રૂપાણીએ ભાજપનાં રાજમાં સાચો વિકાસ થયો હોવાની વાત જણાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો