Surat News : સુરતમાં આરોપીની ફિલ્મી સ્ટાઈલમાં ભાગી જવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપી પોલીસથી બચવા માટે નદીમાં કૂદીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની વિગત મુજબ પોલીસ આરોપીને લઇ જઇ રહી હતી ત્યારે આરોપીએ તકનો લાભ લઇ કૂદકો લગાવીને નદીમાં આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનો અને સ્થાનિક રહીશો બોટની મદદ વડે આરોપી શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનામાં પોલીસની બેદરકારી પણ છતી થઈ છે. આવી ઘટનાઓ ફિલ્મોમાં જ જોવા મળતી હોય છે ત્યારે સુરતમાં હકીકતમાં પોલીસને થાપ આપીને ફિલ્મી સ્ટાઇલમાં નાસી છૂટ્યો છે. અમદાવાદના પણ સાતમી જૂનના રોજ ઓઢવ વિસ્તારમાં પોલીસ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા માટે શિવમ આવાસ યોજનાના ફ્લેટમાં પહોંચી હતી.
અભિષેક તોમર નામના આરોપીએ પહેલાં પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે ભાગવાનો પ્રયાસ કરતા પાંચમાં માળની ગેલેરીમાંથી બહાર નીકળી ડક પર પહોંચી ગયો હતો, પરંતુ બાદમાં ત્યાંથી ભાગવાનો માર્ગ ન મળતા આરોપીએ પોલીસને ધમકી આપી હતી કે, ‘જો તમે મારી ધરપકડ કરી તો, હું પાંચમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લઈશ.’જો કે, પોલીસે કલાકોની જહેમત બાદ આ આરોપીને સફળતાપૂર્ક ઝડપી લીધો હતો.
આ પણ વાંચો:અમદાવાદમાં દિલ્લી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી
આ પણ વાંચો:અમદાવાદમાં સરખેજમાં SPની કચેરીમાં 4 નકલી અધિકારીઓ ઝડપાયા
