diwali/ દિવાળીમાં સોનાની મીઠાઈ ખાવી છે, તો આ શહેરમાં મળશે તમને આ ખાસ મીઠાઈ

દિવાળીના મોટા તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને એમાં પણ આ તહેવારનું મહત્વ પણ વધારે હોય છે, ત્યારે લોકો મીઠાઈથી એકબીજાનું મોં મીઠું કરાવતા હોય છે.

Gujarat Surat

દિવાળીના મોટા તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને એમાં પણ આ તહેવારનું મહત્વ પણ વધારે હોય છે, ત્યારે લોકો મીઠાઈથી એકબીજાનું મોં મીઠું કરાવતા હોય છે.

જો કે દિવાળીમાં આ તહેવારમાં તમે ઘણી બધી મીઠાઈઓ ખાધી હશે, પરંતુ શું તમે સોનાની મીઠાઈ ખાધી છે. એક તબક્કે તો તમે વિચારજો સોનાની મીઠાઈ હોય, ત્યારે સુરતમાં આ સોનાની મીઠાઈ તમે ખાઈ શકશો.

ફરસાણ-નમકીપણ ખવાય છે

આ પણ વાંચો :વડાપ્રધાનની ગુજરાતને મોટી ભેટ, સી પ્લેન દ્વારા PM મોદી પહોંચ્યા અમદાવાદ

હીરાના શહેર એવા સુરતમાં આ રીતની મિઠાઈ વેચાઈ રહી છે. આ મિઠાઈને ‘સુવર્ણયુક્ત ઘારી’ કહેવામાં આવે છે. આ એટલી મોંઘી છે કે જો તમે એક કિલો ખરીદવા માંગતા હોય તો 11 હજાર રૂપિયે કિલો ચૂકવવા પડશે. અત્યારે ચંડી પડવા ઉત્સવ માટે આની ધૂમ ખરીદી થઈ રહી છે. ભાગલ વિસ્તારના મિઠાઈ વિક્રેતા મોતીરામ સુખડિયાએ જણાવ્યુ કે ચંડી પડવા પર સુવર્ણ ઘારી બનાવી છે.

નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય

આ પણ વાંચો : સુમુલ ડેરી દ્વારા દૂધનાં ભાવમાં કરાયો ઘટાડો

આ મિઠાઈમાં શુદ્ધ સૂકા મેવા અને શુદ્ધ ઘી સાથે ઓછી ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને આકર્ષક બનાવવા માટે ઘારી પર પહેલી વાર શુ્દ્ધ સોનાની પરત પણ ચડાવવામાં આવી છે. અત્યાર સુધી લોકો ચાંદીના વરખવાળી મિઠાઈ જ ખાતા હતા પરંતુ હવે અહીં સોનાના વરખવાળી મિઠાઈ પણ બની રહી છે.