સૌરાષ્ટ્રનાં ઘારાસભ્યોનાં પરિવારોને જાણે કોઇની ખરાબ નજર લાગી ગઇ હોય તેમ એક બાદ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. કાલે સવારે ટંકારાનાં ઘારાસભ્યએ માર્ગ આકસ્માતમાં પુત્રને ખોયો છે, તો કાલે બપોરે જૂનાગઢમાં ઘારાસભ્ય ભીખાભાઈ જોશીનાં પરિવારે માર્ગ અકસ્માતમાં પૌત્રી ખોયાનાં સમાચારથી સૌરાષ્ટ્રમાં માતમનો માહોલ છવાય ગયો છે.

જી હા જૂનાગઢ કોંગ્રેસનાં ધારાસભ્યનાં પરિવારની કારને હૈદરાબાદ પાસે ટ્રકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢ કોંગ્રેસનાં ધારાસભ્ય ભીખાભાઈ જોશીનાં પુત્ર મનોજભાઈ જોષી, તેમના પત્ની, બનેવી અને મનોજભાઈની પુત્રી આંધ્રપ્રદેશ ફરવા ગયા હતા. જ્યાં હૈદરાબાદ જતા માર્ગ પર હૈદરાબાદ નજીક એક ટ્રકે પરિવારની કારને હડફેટે લેતા મનોજભાઈની 11 વર્ષીય દીકરી “પરી”નું કરૂણ મોત નિપજ્યુ હતુ.
બનાવ કાલે બપોરનાં સુમેરે બનવા પામ્યો હતો જ્યારે પરિવર હૈદ્રાબાદથી 70 કિમી દૂર હતા અને રસ્તા પર પિરવારની કારની આગળ ચાલી રહેલી કારે અચાનક જ બ્રેક મારી દેતાં જોશી પરિવારની કાર ચલાવી રહેલા ઘારાસભ્ય ભીખાભાઇ જોશીનાં પુત્ર મનોજભાઇએ પાછળથી અકસ્માતન ન સર્જાય તેવા હેતુથી કાર સાઇડમાંથી કાઢતા સામેથી અચાનક ઘસી આવતા ટ્રકે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરથી સર્જાયેલ અકસ્માતમાં ભીખાભાઇની 11 વર્ષીય પૌત્રી “પરી”નું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મનોજભાઇનાં પત્ની આશાબેનને ગંભીર ઇજાઓ થઇ હતી. એક જ દિવસમાં સૌરાષ્ટ્રના બે ધારાસભ્યોનાં પરિવારની બે વ્યકિતઓનાં માર્ગ અકસ્માતમાં મોત થતાં બનેં કોંગ્રેસી ધારાસભ્યોનાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
બનેં પરિવારને નડેલા અકસ્માતમાં આવી છે સામ્યતા…….શું આને યોગાનું યોગ કહેવાય!!!
બનેં અકસ્માત માર્ગ આકસ્માત
બનેં પરિવાર માણી રહ્યા હતા રજા
બનેં પરિવારને બીજા રાજ્યમાં નડ્યો અકસ્માત
બનેં પરિવારનાં વાહનને ટ્ર્કે મારી ટક્કર
અકસ્માતનો ભાગ બનનાર બનેં પરિવારે સૌરાષ્ટ્રનાં ઘારસભ્યોનાં પરિવાર
બનેં અકસ્માતમાં એક સભ્યનું મોત
બનેં અકસ્માતમાં એક સભ્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત
