Ahmedabad News : અમદાવાદમાં દિલ્હી દરવાજાનો દરવાજો અચાનક તૂટી પડ્યો હતો. જોકે સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી.અમદાવાદમાં દિલ્લી દરવાજા પાસેનો જૂનો દરવાજો ધરાશાયી અચાનક ધરાશાયી થઈ ગયો હતો. જેમાં જૂનો લાકડાનો મસમોટો દરવાજો અચાનક તૂટી પડ્યો હતો. જોકે તે સમયે લોકોની કે વાહનોની કોઈ અવરજવર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
દરવાજો ધડાકાભેર તુટી પડતા આસપાસના લોકો અહીં દોડી આવ્યા હતા. જો ટ્રાફિક વખતે દરવાજો તૂટી પડ્યો હોત તો જાનહાની થઈ હોત, એમ સ્થાનિક લોકોનું કહેવું છે. દિલ્હી દરવાજા ઐતિહાસિક ધરોહર છે અને પુરાતત્વ વિભાગની આ બેદરકારી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.
આ પણ વાંચો:ભગવાન જગન્નાથની રથયાત્રાએ વિદેશમાં મચાવી ધૂમ, બરફ વચ્ચે ભક્તો ભક્તિમાં તરબોળ
આ પણ વાંચો:સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળશે ગુજરાતનો સૌથી મોટો રથ, જાણો ખાસિયત
આ પણ વાંચો:ભાવનગરમાં ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી
