Bhavnagar Rathyatra/ ભાવનગરમાં ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી

અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભાવનગરમાં પ્રારંભ થયો છે. જય જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, ડાકોરમાં કોણ છે…વગેરે ગગન ભેદી નારા સાથે ભાવનગર આજે ભગવાન જગન્નાથજીના રંગે રંગાઈ ગયું છે. રથયાત્રાના દર્શન કરવા લોકો ઉમટી રહ્યા છે.

Top Stories Gujarat Others

અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો Bhagnagar Rathyatra ભાવનગરમાં પ્રારંભ થયો છે. જય જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, ડાકોરમાં કોણ છે…વગેરે ગગન ભેદી નારા સાથે ભાવનગર આજે ભગવાન જગન્નાથજીના રંગે રંગાઈ ગયું છે. રથયાત્રાના દર્શન કરવા લોકો ઉમટી રહ્યા છે.

દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભાવનગરમાં આજ રોજ સવારે 8.00 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોકત વિધિ કરી સ્થાપના પૂજા અર્ચન કરવામાં આવેલ અને સંતો, મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના Bhagnagar Rathyatra નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરસિંહજીના વરદ્ હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધિ તથા પહિંદવિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

ભાવનગરના લોકોમાં દર વર્ષ કરતા ભારે ઉત્સાહ Bhagnagar Rathyatra અને ઉમંગ જોવા મળી રહ્યો છે. લોકો ભગવાનના પાવન દર્શન કરવા માટે શ્રધ્ધાભેર રાહ જોઈ રહ્યા છે અને પોતાના વિસ્તારોને ધજા, પતાકા, રોશનીથી શણાગારી રહ્યા છે. કંપનીઓ, વેપારીઓ, સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમજ ઠેરઠેર પ્રસાદ, શરબત, છાશ, ચણા તથા જુદી-જુદી પ્રસાદીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ ટન ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રામાં પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, મેયર કિર્તીબેન દાણીધારીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત ૨હ્યા છે.

રથયાત્રામાં જુદા-જુદા આકર્ષણો જોડાયા Bhagnagar Rathyatra છે જેમાં મીની ટ્રેઇન, નાસિક-ઢોલ, તોપ, વગેરે આકર્ષણો આ રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રાની આગળ આગળ તાત્કાલિક રંગોળીઓ બનાવવામાં આવી રહી છે. જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવતી જશે, જે આ રથયાત્રાની વિશિષ્ટતા બની છે.

રથયાત્રામાં 100 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છક૨ડા, 2 હાથી, 6 ઘોડા, 4 અખાડા, જુદી-જુદી રાસ મંડળીઓ તેમજ ગણેશ ક્રિડામંડળ દ્વારા જિમ્નેસ્ટિક્સ, સ્કેટિંગના દાવો તથા બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા પ્રદર્શન, સત્સંગ Bhagnagar Rathyatra મંડળો, ડંકા, ઢોલ, નગારા, ડી.જે.સાઉન્ડ સિસ્ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગીતો સાથે રથયાત્રામાં જોડાયા છે. તથા સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, ગાયત્રી પરિવાર વગેરે તથા અન્ય ફલોટ આકર્ષણ બની રહ્યા છે. તેમજ રાજહંસ નેચરલ કલબ ટ્રસ્ટ દ્વારા પ્રદૂષણની સામે વૃક્ષોનું વાવેતર લોકો કરે તે માટેનો ફલોટ તથા અનેકવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના ફલોટ્સ તેમજ લાખો શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો આ રથયાત્રામાં પગપાળા જોડાઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ Surat Rathyatra/ સુરતમાં છ-છ સ્થળોએથી નીકળી રથયાત્રા

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ/ સુપ્રીમ કોર્ટનો મમતા સરકારને આંચકો, પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની નિમણૂંક થશે

આ પણ વાંચોઃ રથયાત્રા/ ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરથી નિજમંદિર જવા નીકળ્યા, તંબુચોકી પહોંચ્યા

આ પણ વાંચોઃ વડોદરા રથયાત્રા/ વડોદરામાં પણ નીકળી જબરજસ્ત રથયાત્રાઃ વિદ્યાર્થીઓએ પણ રથ ખેંચ્યો

આ પણ વાંચોઃ Rajkot-Sanatani Bulldozer/ રાજકોટની રથયાત્રામાં સનાતની બુલડોઝરની બોલબાલા