ભારતમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની ગઈ છે. આવી સ્થિતિમાં, દેશમાં ઓક્સિજન સિલિન્ડરોના અભાવને પહોંચી વળવા ભારતને મદદ કરવા ઘણા દેશો આગળ આવી રહ્યા છે. દરમિયાન સિંગાપોર ભારતની મદદ કરવા આગળ આવ્યું છે. સિંગાપોરથી આજે 256 ઓક્સિજન સિલિન્ડર ભારત લવાયા છે. તેમને સિંગાપોર એરફોર્સના બે વિમાનમાં ભારત લવાયા છે.
નવી દિલ્હી, મુંબઇ અને ચેન્નાઇમાં સિંગાપોરના રાજદ્વારી મિશન દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી છે. નવી દિલ્હી, મુંબઇ અને ચેન્નાઇમાં સિંગાપોરના રાજદ્વારી મિશનએ અહેવાલ આપ્યો છે કે મંત્રી મલ્કી ઉસ્માનને સિંગાપોર એરફોર્સના સી -130 માંથી બે ને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા. જેમાં આજે 256 ઓક્સિજન સિલિન્ડર ભારત મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો :સંકટમોચક બની વાયુસેના, અત્યાર સુધીમાં 14 ઓક્સિજન ટેન્કર લાવી ચુકી છે ભારત
કોરોના વાયરસ મહામારીની બીજી લહેરના કારણે કોહરામ મચાવ્યો છે. ઓક્સિજન માટેની ઉગ્ર સ્પર્ધા વચ્ચે સેનાએ હવે મોરચો સંભાળ્યો છે. ભારતીય વાયુસેનાના કાર્ગો કેરીઅર સી -17 એ 24 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે હિંડન એર બેઝથી પૂણે એર બેઝ તરફ ઉડાન ભરી હતી અને ત્યાંથી ઓક્સિજનના બે ખાલી કન્ટેનર ભરીને ગુજરાતના જામનગર હવાઇ મથકે પહોંચ્યો હતો. 24 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે હિંડન એર બેઝથી ઉડાન ભરતો સી -17 જેટ સવારે 10 વાગ્યે પુણે પહોંચ્યો હતો. પુનામાં સી -17 જેટ પર બે ખાલી ઓક્સિજન ટેન્કર લોડ કરવામાં આવ્યા.
આ પણ વાંચો : વેક્સિનનો ફોર્મ્યુલા વિકાસશીલ અને ગરીબ દેશોને ન આપવો જોઇએ: બિલ ગેટ્સ
આ પણ વાંચો :કોંગ્રેસના પૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડનું કોરોનાથી નિધન
આ પણ વાંચો :18 વર્ષથી વધારે ઉંમરના લોકોને 1 મેં થી લાગશે કોરોના રસી, આજથી રજીસ્ટ્રેશન શરૂ, જાણો કઇ રીતે

