Gandhinagar News : દિવ્યાંગજનો (Persons with disabilities)ને રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે પ્રોત્સાહિત કરી તેમને આત્મનિર્ભર (Self-reliant)બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ વેગ આપવા માટે ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક યોજના’ (State Award Scheme for Persons with Disabilities)અમલમાં છે. આ યોજના હેઠળ ઉત્કૃષ્ટ દિવ્યાંગ કર્મચારીઓ, દિવ્યાંગોને રોજગારી પૂરી પાડતા નોકરીદાતાઓ અને પ્લેસમેન્ટ ઓફિસરોને વાર્ષિક પારિતોષિકથી નવાજવામાં આવે છે.
વર્ષ 2022, 2023 અને 2024 માટે પ્રાપ્ત અરજીઓમાંથી આખરી પસંદગી કરવા ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિ’ની અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં સરકારી તથા બિનસરકારી મળીને કુલ 13 સભ્યોની સમિતિએ અરજીઓની ચકાસણી હાથ ધરી હતી.
Persons with disabilities : 289 અરજીઓમાંથી 32 ઉત્કૃષ્ટ વિજેતાઓની પસંદગી
મંત્રી કુંવરજી બાવળીયા (Kunvarji Bavaliya)એ બેઠક અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2022 થી 2024 દરમિયાન મળેલી કુલ 289 અરજીઓની સમિતિ દ્વારા વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી મુખ્યત્વે 3 કેટેગરીમાં કુલ 32 પારિતોષિકોની પસંદગી કરવામાં આવી છે.જાહેર અને ખાનગી ક્ષેત્ર મળીને કુલ 8 પારિતોષિક (શીલ્ડ અને પ્રમાણપત્ર).જાહેર અને ખાનગી ક્ષેત્રના દિવ્યાંગજનો માટે કુલ 23 પારિતોષિક (રૂ. 10,000 ની પ્રોત્સાહક રકમ અને પ્રમાણપત્ર).શ્રેષ્ઠ કામગીરી બદલ 1 પારિતોષિક (શીલ્ડ અને પ્રમાણપત્ર).
બેઠકમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ અને સભ્યો
આ બેઠકમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સચિવ લોચન સેહરા, શ્રમ આયુક્ત કે.ડી. લાખાણી, રોજગાર અને તાલીમ નિયામક એ.કે. વસ્તાણી સહિત અન્ય સરકારી સભ્યો હાજર રહ્યા હતા. ઉપરાંત બિનસરકારી સભ્યો તરીકે પ્રવીણ ઘોળકિયા, કુ. કૌશલ્યા કુંવરબા વી. પરમાર તથા કાંતિભ આર. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :આનંદ નિકેતન સ્કૂલમાં મોટું એક્શન, મુંજા સમ્સ બરતરફ; 2 સુપરવાઈઝર-કેન્ટીન ઈન્ચાર્જ સસ્પેન્ડ
આ પણ વાંચો :સુરત પાલ-અડાજણમાં પેવર બ્લોકની જગ્યાએ ડામરના થીગડા, પાલિકાની કામગીરી સામે સવાલો
આ પણ વાંચો :ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ: એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો, ડીન રજા પર
