ભાવનગર અને બોટાદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Local Crime Branch) ની ટીમે રાણપુર તાલુકાના દેવળીયા ગામે (LCB in Devaliya) સફળ દરોડો પાડીને ખુલ્લા સ્થળે ગંજીપા વડે જુગાર રમી રહેલા કુલ 13 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પોલીસની આ અચાનક કાર્યવાહી (sudden police action)થી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
LCB દ્વારા બાતમીના આધારે સફળ દરોડો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, LCB સ્ટાફ રાણપુર પોલીસ (Ranpur Police)સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં વ્યસ્ત હતો તે દરમિયાન ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે, દેવળીયા ગામના પરા વિસ્તારમાં આવેલ ચંદુભા વાળા ખાંચામાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીને ગંભીરતાથી લઈને પોલીસે પંચોની હાજરીમાં સાંજના સુમારે તે સ્થળે અચાનક રેડ કરી હતી.
LCB in Devaliya : 13 આરોપીઓ ઝડપાયા, મુદ્દામાલ જપ્ત
પોલીસને જોઈને ભાગવા કે છૂપાવવાનો પ્રયાસ કરનાર રમેશ દેવશીભાઈ રોજારા, બાપુરાજ બાબુ ભાઈ પરમાર, ભુપેન્દ્રસિંહ દાદભા પરમાર, અશ્વીન ભીમજીભાઈ મકવાણા, વિક્રમ જેઠાભાઈ શેખલીયા, નરેશ કરાશનભાઈ તલસાણીયા, અજય જગદિશભાઈ શેખલીયા, હસુભા નટુભા પરમાર, બીજલ ભરતભાઇ તલસાણીયા, મેરૃ જેરામભાઈ અણીયાળીયા, રમેશ પ્રભુભાઈ ગોહીલ, અમૃત ગણેશભાઇ હિહોરીયા અને વેલશી મોહનભાઈ મેળજીયા સહિત 13 ઇસમોને પોલીસ ટીમ દ્વારા ચારેય બાજુથી કોર્ડન કરીને દબોચી લેવામાં આવ્યા હતા.તલાશી દરમિયાન પકડાયેલા તમામ શખ્સો પાસેથી કુલ રૂ. 13,340 ની રોકડ રકમ તેમજ જુગાર રમવામાં વપરાતું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે રાણપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:હિંમતનગરમાં મકાનના હોલમાં ચાલતો હતો જુગારનો અડ્ડો, 8 શખ્સો ઝડપાયા
આ પણ વાંચો:સાતમ-આઠમ પહેલાં અમદાવાદમાં પોલીસનો સપાટો: 9 સ્થળે દરોડા, 57 જુગારી ઝડપાયા
આ પણ વાંચો:સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેનના બંગલામાં જુગારધામ!
