Ahmedabad Police Raids Janmashtami: સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસે જુગારના અડ્ડાઓ સામે કાર્યવાહી તેજ કરી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી હોટેલો, મકાનો અને ફાર્મહાઉસમાં પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ અને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 9 સ્થળેથી 57 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા સ્થળ પરથી રૂ. 2.13 લાખથી વધુની રોકડ અને જુગારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા તમામ લોકો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
વિવિધ વિસ્તારોમાં પોલીસની કાર્યવાહી
પોલીસની(Ahmedabad) અલગ-અલગ ટીમોએ શહેરના વિવિધ ઝોનમાં એકસાથે તપાસ હાથ ધરી હતી. વટવા GIDC પોલીસે કાર્યવાહી કરીને 5 લોકોને રૂ. 5,950ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. વાડજ પોલીસે 6 જુગારીઓ પાસેથી રૂ. 4,100 અને રાણીપ પોલીસે 4 લોકો પાસેથી રૂ. 10,000 રોકડા કબજે કર્યા હતા. મેઘાણીનગર પોલીસે બે અલગ સ્થળે દરોડા પાડીને કુલ 9 લોકોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ. 4,130ની રોકડ મળી આવી હતી.
કૃષ્ણનગર અને ઈસનપુરમાં મોટી રોકડ ઝડપાઈ
કૃષ્ણનગર (Ahmedabad) પોલીસની કાર્યવાહીમાં બે મહિલાઓ સહિત કુલ 12 લોકો ઝડપાયા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. 41,000 રોકડા કબજે કર્યા હતા. બીજી તરફ ઈસનપુર પોલીસે બે સ્થળે દરોડા પાડીને 16 જુગારીઓને રૂ. 77,300ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. ચાંદખેડા પોલીસે પણ કાર્યવાહી કરીને 9 શખ્સોને અટકાવ્યા હતા. તેમની પાસેથી રૂ. 75,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની અદભુત રોનક; દ્વારકાથી ડાકોર સુધી ભક્તિમય માહોલ
આ પણ વાંચો: જન્માષ્ટમી કે નંદ મહોત્સવના પર્વ પર કનૈયાને રીઝવવા માટે બનાવો મખાનાની પૌષ્ટિક ખીર..!
આ પણ વાંચો: જન્માષ્ટમી પર પણ મેઘરાજા રિસાયા! 11 સપ્ટેમ્બર સુધી સારા વરસાદની શક્યતા નહિવત્
