Ahmedabad News: અમદાવાદ મેટ્રોની લિફ્ટો અને એસ્કેલેટર બંધ છે. અમદાવાદના અનેક મેટ્રો સ્ટેશનની લિફ્ટ અને એસ્કેલેટર બંધ છે. મેટ્રો સ્ટેશનોની અનેક લિફ્ટો અને એસ્કેલેટર બંધ છે. મેટ્રો સ્ટેશનોની અનેક લિફ્ટો અને એસ્કેલેટર બંધ છે.
એસ્કેટેલ બંધ થવાથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. જીવરાજ પાર્ક, ઉસ્માનપુરા, જૂની હાઇકોર્ટ પાસે એસ્કેલેટર બંધ છે. આ ઉપરાંત દૂરદર્શન ટાવર, ગુરુકુળ અને વિજયનગરમાં પણ એસ્કેટેલર બંધ છે.
એસ્કેલેટર બંધ હોવાના લીધે વૃદ્ધોઅને બાળકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. ઊંચાઈવાળા મેટ્રો સ્ટેશન સુધી પહોંચવુ તેમના માટે અઘરું બન્યું છે. તંત્રની બેદરકારીથી મુસાફરોને હાલાકી પડી રહી છે. આ સ્થિતિ લાંબો સમય રહી તો પછી આગામી સમયમાં મેટ્રો પણ ખાલી જોવા મળી શકે છે.
અમદાવાદમાં દિવાળી દરમિયાન મેટ્રોનો સમય ઘટાડી દેવામાં આવતા પણ લોકોને હાલાકી પડી હતી. હવે લિફ્ટ અને એસ્કેલેટર બંધ થવાના લીધે મુસાફરોની હાલાકી વધી છે. હવે તો રૂટિન પણ ચાલુ થઈ ગયું છે ત્યારે આ રીતે મેટ્રોઅને એસ્કેલેટર બંધ રાખવા તે નુકસાન તો કરે જ છે, પરંતુ તેની સાથે ટ્રિપ ઘટાડવાની પણ ફરજ પાડે છે.
આ પણ વાંચો: દિવાળીના લીધે અમદાવાદ મેટ્રોનો સમય બદલાયો, સાંજે સાત વાગ્યા સુધી જ ચાલશે મેટ્રો
આ પણ વાંચો: દોઢ લાખ અમદાવાદીઓને હાલાકી, અમદાવાદ મેટ્રોનું નવું કાર્ડ જ નહીં અપાય, જૂના 1.25 લાખ કાર્ડ બંધ થશે
આ પણ વાંચો: મોટેરાથી મહાત્મા મંદિર સુધી 16 સપ્ટેમ્બર પછી અમદાવાદ મેટ્રો દોડશે, પીએમ મોદી ઉદઘાટન કરી શકે
