Gandhinagar News : વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, આજે ગુજરાત કુલ 31,482.79 મેગાવોટ રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય ક્રમે આવે છે.
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં વર્ષ 2009માં ક્લાઇમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી. રાજ્યમાં 1600(1600 કિમીથી વધીને હવે 2300 કિમી થયો છે) કિ.મી. લાંબો દરિયા કિનારો તેમજ ભૌગોલિક પરિસ્થિતિને લીધે પવન ઊર્જા તેમજ સૌર ઊર્જાની વિપુલ તકો રહેલી છે.
જેના પરિણામે રાજ્યમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ અંતર્ગત 12,473.78 મેગાવોટ, સોલાર પાવર પ્રોજેક્ટથી 16,795.77 મેગાવોટ, બાયોપાવર એટલે કે બાયો માસ અને વેસ્ટ ટુ એનર્જીથી 116.60 મેગાવોટ, સ્મોલ હાયડ્રો પાવરથી 106.64 મેગાવોટ, લાર્જ હાયડ્રો પાવરથી 1990 મેગાવોટ સહિત કુલ 31,482.79 મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થાય છે, એમ મંત્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા
આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ
