Rain/ રાજકોટમાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ

થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર રાજકોટમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ પડ્યો છે.

Top Stories Gujarat
  • રાજકોટમાં ગાજવીજ સાથે મેઘરાજા વરસી પડ્યા
  • વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ
  • માધાપર ચોકડી, મવડી વિસ્તારમાં વરસાદી વાતાવરણ
  • 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ
  • યાજ્ઞિક રોડ, જામનગર રોડ, શાસ્ત્રીમેદાન સહિતના સ્થળે વરસાદ
  • રેલનગર , પોપટપરા, ગાંધીગ્રામ માધાપર ચોકડી વિસ્તારમાં વરસાદ

ગુજરાતમાં આ વર્ષે મેઘ મન મૂકીને વરસ્યો છે. ચોમાસું એકદરે ખુબ સારૂ રહ્યું છે, થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર રાજકોટમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ પડ્યો છે. રાજકોટમાં વરસાદ પડતો શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. રાજકોટના માધાપર ચોકડી,મવડી વિસ્તાર,150 ફુટ રિંગ રો઼ડ,સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે .

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ભારે રસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે જેના લીધે ભારે ટ્રાફિક્ જામ થઇ ગયો છે. વરસાદ મૂશળધાર પડી રહ્યો છે.