Ahmedabad News: અમદાવાદના થલતેજમાં એક્રોપોલીસ મોલના બીજા માળે આગ લાગતા દોડધામ મચવા પામી છે. સૂત્રો મુજબ, સેરા સિરામિકના શો રૂમમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ ઓલવવામાં આવી છે. જાનહાનિની કોઈ માહિતી મળી નથી. આગ કઈ રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી.
પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનુ લાગી રહ્યું છે,ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી. કોઈ જાનહાની થવાની માહિતી મળી નથી. સવારના સમયે એક્રોપોલીસ મોલમાં આગ લાગતા અફડાતફડી મચી હતી. ફાયર વિભાગે મોલમાંથી લોકોને બહાર કાઢ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી.
અમદાવાદના બોપલમાં TRP મોલમાં ભીષણ આગ લાગી હતી. મોલમાં પાંચમા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી. પાંચમાં માળથી આગ પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક કિલોમીટર દૂર સુધી આગના ધૂમાળાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 19નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક
આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે
આ પણ વાંચો: એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં ભાડે મૂકવાના નામે સવાપાંચ કરોડની ઠગાઈ
