Ahmedabad News/ ગરમી વચ્ચે હવામાન વિભાગના રાહતના સંકેત

રાજ્યમાં ગરમી(Heat) વચ્ચે હવામાન વિભાગે રાહતના સંકેત આપ્યા છે

Gujarat Ahmedabad
આગામી દિવસોમાં ગરમી(Heat)માંથી આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

Ahmedabad News : રાજ્યમાં ગરમી(Heat) વચ્ચે હવામાન વિભાગે રાહતના સંકેત આપ્યા છે. આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાનમાં અંદાજે 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.

હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 થી 39 ડિગ્રી સુધી મર્યાદિત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજકોટમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની દિશા પશ્ચિમ તરફ વળતા તાપમાનમાં થોડો ઘટાડો થશે અને લોકોને ગરમી(Heat)માંથી આંશિક રાહત મળી શકે છે.


આ પણ વાંચો :ગરમી વચ્ચે ફરી માવઠાની આફત, 19 અને 20 એપ્રિલે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી

આ પણ વાંચો :માવઠાનો કહેર! મહીસાગરમાં કમોસમી વરસાદથી ઉનાળુ બાજરીનો પાક બરબાદ

આ પણ વાંચો : ઉત્તર ભારતમાં હીટવેવનો કહેર, IMDનું એલર્ટ જારી, દિલ્હીમાં તાપમાન 44°C પાર