Gujarat News : મતદાનના દિવસે રાજ્યમાં ઉકળાટભરી ગરમી(Heat) રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 એપ્રિલે રાજ્યમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે અને ગરમીનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને પાર જઈ શકે છે.
તેમના મુજબ ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે ગરમીનો પ્રકોપ જોવા મળશે. એક તરફ ચૂંટણીનો રાજકીય માહોલ ગરમ છે તો બીજી તરફ પ્રકૃતિ પણ પોતાની તીવ્રતા બતાવશે.
આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજકારણીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. અંબાલાલ પટેલે મતદારોને ખાસ સાવચેત રહેવા, તાપથી બચવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.
