Lifestyle/ ભીષણ ગરમીમાં શરીરને ઠંડક પહોંચાડશે કાકડીની લસ્સી…પીતાવેંત ગળું તર થઇ જશે!!

આ લસ્સી (Cucumber Lassi)માં કાકડી ઉપરાંત, થોડું આદુ, લીલી કોથમીર તથા અન્ય મસાલા ઉમેરીને લસ્સી તૈયાર કરવામાં આવે છે. ગરમીમાં તરસ છીપાવવા માટે

Trending Food Health & Fitness Lifestyle
Cucumber Lassi , ઉનાળા, રેસિપી, લૂ, રક્ષા

Lifestyle: કાકડીની લસ્સી શરીરને અત્યંત ઠંડક પ્રદાન કરે છે અને પીવામાં ટેસ્ટી પણ લાગે છે. આ લસ્સી (Cucumber Lassi)માં કાકડી ઉપરાંત, થોડું આદુ, લીલી કોથમીર તથા અન્ય મસાલા ઉમેરીને લસ્સી તૈયાર કરવામાં આવે છે.

ઉનાળા (Summer)ના બળબળતા તડકામાં બહાર નીકળતાવેંત જ સૂર્યનો તીખો તાપ અકળાવી મૂકે છે! થોડી વાર તાપમાં રહેવામાત્રથી શરીર પરસેવે રેબઝેબ થઇ જાય છે. આ સંજોગોમાં પોતાનો હાઇડ્રેટેડ રાખવાનું અત્યંત આવશ્યક છે. વધુમાં વધુ પાણી પીવું જોઇએ અને ડાયેટમાં પાણીથી ભરપૂર કાકડી તથા છાશ સામેલ કરવા ઉપરાંત,તરબૂચ, શેરડીનો રસ, લીંબુનું શરબત વગેરે પીવું સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. કાકડીની લસ્સી શરીરને અત્યંત ઠંડક પ્રદાન કરે છે અને પીવામાં ટેસ્ટી પણ લાગે છે. આ લસ્સીમાં કાકડી ઉપરાંત, થોડું આદુ, લીલી કોથમીર તથા અન્ય મસાલા ઉમેરીને લસ્સી તૈયાર કરવામાં આવે છે. ગરમીમાં તરસ છીપાવવા માટે કાકડીની લસ્સી પરફેક્ટ ઑપ્શન છે. તો ઝટપટ નોંધી લો આ ખીરા કાકડી લસ્સીની રેસિપી…

Cucumber Lassi , ઉનાળા, રેસિપી, લૂ, રક્ષા

ખીરા કાકડીની લસ્સી પીવાના સ્વાસ્થ્યલાભ (Health Benefits of Cucumber Lassi)

લસ્સીને દહીંથી તૈયાર કરવામાં આવે છે અને દહીં (Curd) પેટ માટે પ્રોબાયોટિકનું કાર્ય કરે છે. દહીંમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન બી-12 હોય છે, આ ઉપરાંત એમાં એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે જે ઇમ્યુનિટિ સ્ટ્રોન્ગ બનાવે છે. ખીરા કાકડી અને દહીં મિક્સ થાય ત્યારે સુપરકૂલ ઇફેક્ટ આપે છે. ખીરા કાકડીની પ્રકૃતિ ઠંડી હોય છે જે ગરમીથી બચાવે છે અને શરીરને હાઇડ્રેટેડ (Hydrated) રાખે છે. ખીરા લસ્સી પીવાથી જલદી ભૂખ પણ નથી લાગતી અને વજન (Weight) પણ ઓછું થાય છે. તડકામાં જતા અગાઉ 1 ગ્લાસ લસ્સી પી લેવાથી લૂ લાગવાની સંભાવના ઘટી જાય છે. આનાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી.

શી રીતે બનાવશો ખીરા કાકડીની લસ્સી? (Cucumber Lassi Recipe)

ખીરા કાકડીની લસ્સી બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

Cucumber Lassi , ઉનાળા, રેસિપી, લૂ, રક્ષા

સામગ્રી

હન્ગ કર્ડ આવશ્યકતા અનુસાર

1 ખીરા કાકડી

1 ઇંચ આદુનો ટુકડો

થોડી કોથમીર

આવશ્યકતા મુજબ,

સંચળ

મીઠું

શેકેલું જીરું

કાળા મરીનો પાવડર (વૈકલ્પિક)

Cucumber Lassi , ઉનાળા, રેસિપી, લૂ, રક્ષા

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ જેટલી લસ્સી બનાવવી હોય એટલા પ્રમાણમાં દહીં લેવું. એને કપડામાં બાંધીને એનું પાણી નિતારી હંગ કર્ડ બનાવી લેવું.

2. હવે 1 કાકડી, 1 ઇંચ આદુનો ટુકડો અને થોડી કોથમીર લઇને ધોઇ લેવી.

3. આ સામગ્રીને સમારી લેવી અને બ્લેન્ડરમાં ઉમેરવી.

4. એમાં હન્ગ કર્ડ તથા બરફ ઉમેરીને સારી રીતે પીસી લો.

5. તમારા મનપસંદ મસાલા જેવા કે સંચળ, મીઠું અને શેકેલું જીરું વગેરે મિક્સ કરી લો. તમે ઇચ્છો તો કાળા મરીનો પાવડર પણ ઉમેરી શકો છો.

તો તૈયાર છે તમારી એકદમ ઠંડી-ઠંડી અને ઘરે બનાવેલી સ્વાદિષ્ટ ઘટ્ટ ખીરા કાકડીની લસ્સી….જેને તમે સવારે પી શકો છો અથવા તો બપોરના ભોજન સાથે પણ લઇ શકો છો. તડકામાં જતા અગાઉ 1 ગ્લાસ લસ્સી પી લેવાથી લૂ લાગવાની સંભાવના ઘટી જાય છે. આનાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: કેવળ 4 મિનિટમાં જ બનશે 4 જાતની લસ્સી….પીતાવેંત મગજ ઠંડક અનુભવશે! ફટાફટ રેસિપી…

આ પણ વાંચો: કસ્ટર્ડ પાવડર, ખાંડ અને ક્રીમ વિના બનાવો મેંગો ફ્રૂટ કસ્ટર્ડ…ઉનાળાની સ્પેશ્યલ ઠંડી-ઠંડી રેસિપી..!

આ પણ વાંચો: ગરમીમાં પીઓ ઠંડુ-ઠંડુ પાન શરબત….પાચન માટે સર્વોત્તમ…વિશેષ ઉનાળુ ડ્રિંક રેસિપી…