Gujarat Local Body Election 2026/ અરવલ્લીમાં મેઘરજ કોંગ્રેસમાં ફરીથી ભંગાણ સર્જાયુ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે અરવલ્લી કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. કોંગ્રેસના 70થી પણ વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે.

Top Stories Gujarat Others Breaking News

Arvalli News:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ ખાંડા ખખડાવવા માંડ્યા છે. વિવિધ રાજકીય પક્ષોમાં આંતરિક સ્તરે અને પક્ષીય ધોરણે તડજોડના રાજકારણે વેગ પકડ્યો છે. આમ રાજકીય હુંસાતુંસી ચરમસીમા પર પહોંચી છે અને તેની સાથે-સાથે દરેક રાજકીય પક્ષમાં ટિકિટ વહેંચણી પછી રાજકીય અસંતોષનો જાણે દાવાનળ ફાટ્યો છે.

આના જ ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં મેઘરજ કોંગ્રેસમાં ફરીથી ભંગાણ સર્જાયું છે. જિલ્લા પંચાયત કાર્યક્રમ દરમિયાન કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ઇન્દિરાનગરમાં હુસેની ચોક ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તેમા આ કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કહ્યુ હતુ. કોંગ્રેસના 70 જેટલા કાર્યકરોએ પક્ષમાંથી વિદાય લઈ લીધા હતી. આમા પુરુષની સાથે મહિલા કાર્યકરો પણ જોડાયા હતા.

આ ઉમેદવારો જોડાયા ત્યારે મેઘરજ-1 અને મેઘરજ-2ના તાલુકા પંચાયતના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. આના કારણે અરવલ્લી જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો હતો. અરવલ્લી જિલ્લામાં આમ પણ ચૂંટણી ટાણે રાજકીય ગરમી વધી છે તે સમયે ઉમેદવારો જ નહીં રાજકીય કાર્યકરોનું આયારામ-ગયારામ જારી છે.

આ બનાવ બતાવે છે કે અરવલ્લીમાં ટિકિટની વહેંચણીને લઈને વિપક્ષમાં કેટલો અસંતોષ છે. કોંગ્રેસના હોદ્દેદારો આ અસંતોષને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયા છે. આ ઘટના પુરાવો છે કે અસંતોષના મેનેજમેન્ટમાં કોંગ્રેસનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. તેના લીધે કાર્યકરોએ મોટાપાયા પર પક્ષમાંથી હિજરત કરવા માંડી છે. કોંગ્રેસ ટિકિટ વહેંચણીમાં પક્ષના કાર્યકરોની લાગણીનું પ્રતિબિંબ પાડવામાં નિષ્ફળ નીવડ્યું છે.


આ પણ વાંચો :ગરમી વચ્ચે માવઠાનો માર! ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો :માવઠાનો કહેર! મહીસાગરમાં કમોસમી વરસાદથી ઉનાળુ બાજરીનો પાક બરબાદ

આ પણ વાંચો :ગરમી વચ્ચે ફરી માવઠાની આફત, 19 અને 20 એપ્રિલે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી