Himmatnagar News : હિંમતનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ સામે એક વૃદ્ધનો મૃતદેહ (Dead Body)મળ્યો હોવાની માહિતી મળી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, વૃદ્ધ લારી પર બેસેલા હાલતમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ વૃદ્ધના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
