Gujarat News: આજે સવારે 11:30 કલાકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં સરપંચો અને ગ્રામજનો સાથે આ સંવાદમાં જોડાશે
પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા માટે આજે ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં ‘પોલીસ-સરપંચ પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાનો છે. આ માટે દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંવાદ કરશે.
આજે સવારે 11:30 કલાકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરપંચો અને ગ્રામજનો સાથે આ સંવાદમાં જોડાશે.આ કાર્યક્રમમાં સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવા, સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સૌ સાથે મળીને એક આદર્શ ગ્રામ્ય પોલીસિંગનું નિર્માણ કરી શકે.
આ પણ વાંચો:અમદાવાદની ઘટનાને માંડ અઠવાડિયુ વીત્યુ ત્યાં સુરતમાં 10માં ધોરણની વિદ્યાર્થીની આત્મહત્યા
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટના પીડિતોના પરિવારો બોઇંગ સામે યુએસ કોર્ટમાં કાનૂની લડાઈ શરૂ કરશે
આ પણ વાંચો:અમદાવાદ-ધોલેરા હાઇવે પર વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે મયુર ગોહિલની કરાઇ ધરપકડ!
