પાટણના સિદ્ધપુરમાં માતૃવંદના મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી રમૂજી મૂડમાં જોવા મળ્યા અને તેમના આ રમૂજી અવતારે લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. હર્ષ સંઘવી એ વિશ્વ પ્રસિદ્ધ પાટણના પટોળા અને રણકી વાવને યાદ કરીને રમૂજી અંદાજમાં કહ્યું કે, પાટણ આવીએ એટલે પટોળાં લીધા વગર પોતાના જિલ્લામાં પાછું ન જઈ શકાય, એટલે હું પણ છૂપાઈને આવ્યો છું. કેમ કે જો મારા પત્નીને ખબર પડી જાય તો તેમના માટે પટોળું લઈ જવું પડે.
આ પણ વાંચો :રાજકોટમાં બનશે સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા, વાહનો પાર્કિંગ કરવા ઓનલાઇન…
આ ઉપરાંત હર્ષ સંઘવી એ પ્રધાનમંત્રી મોદીનો પણ આભાર માનતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પાટણ જિલ્લાના માતૃ તર્પણના એક માત્ર સ્થળ તથા રણકી વાવ અને પાટણના પટોળાને ઉજાગર કરવા જે પ્રયત્ન કર્યો તે આજે સફળ રહેવા પામ્યો છે અને આજે વિશ્વ ફલક પર લોકો તેને ઓળખતા થયા છે.
સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમમાં કચ્છની કોયલ રબારીના કાંઠે લોક ગીતોની સુરાવલી પણ રજૂ કરાઇ હતી. જેના કારણે વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માતૃવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહમંત્રીએ માતૃ તર્પણ સ્થળ, વિશ્વ પ્રસિદ્ધ રણકી વાવ અને પાટણના પટોળાને યાદ કર્યા હતા.
આ પણ વાંચો :રાજ્યમાં વધશે હવાઈ સેવાનો વ્યાપ, એર એમ્બ્યુલન્સ અને કૃષિ ઉડાન સહિત અનેક નવી સેવાઓ થશે શરુ
ઉલ્લેખનીય છે કે, પાટણના પટળો દેશ અને દુનિયમાં એક અલગ ઓળખ ધરાવે છે. પટોડા આખી દુનિયામાં જાણીતા બન્યા છે. 900 વર્ષ જૂની આ કલાના દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ખરીદદારો છે. આ ઉપરાંત પાટણમાં પટોળા સાડી બનાવવાની કોઈ ઇન્ડસ્ટ્રી નથી. પટોળા બનાવનાર એક જ પરિવાર પાટણમાં છે જે 30 પેઢીઓથી આ ધંધા સાથે સંકળાયેલી છે.
પટોડાની એક બીજી પણ વિશેષતા એ છે કે, દુનિયાની એક માત્ર એવી સાડી છે જેને તૈયાર કર્યા બાદ ઉપરથી રંગ લગાવવામાં આવે છે. રંગ લગાવેલા દોરાને બનાવીને તેમને ડીઝાઈન આપવામાં આવે છે. આ કારણે પટોળા બનાવવાની પ્રક્રિયા જટિલ છે. એક પણ દોરો અલગ પડે તો સાડી ખરાબ થઈ જાય છે. એટલે એક સાડી બનાવવામાં ઘણું જ ધ્યાન રાખવામાં આવે છે.
આ પણ વાંચો : રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા
આ પણ વાંચો :રણમાં મીઠાના પાટાના તળીયા બાંધવા મોટરસાયકલ પર રોલર બનાવ્યું
આ પણ વાંચો :ગોંડલ અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારોને સરકારે આર્થિક સહાયની કરી જાહેરાત
