Surat News: સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં મહિલા બૂટલેગર નયનાની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તે ચોંકાવનારી વાત કહેતી સાંભળી શકાય છે કે હપ્તો ચૂકવ્યો તો પણ રેડ પાડ્યા શાના દોડયા આવો છો. આ સમયે મહિલા બૂટલેગર નયના અને પોલીસ વચ્ચે માથાકૂટ અને મારામારી થઈ હતી.
મહિલા બૂટલેગર એક જ રટ લગાવીને બેઠી હતી કે તેણે રૂપિયા ચૂકવ્યા હોવા છતાં પોલીસ દરોડા પાડવા કેમ આવે છે. આ બાબતે પોલીસ અધિકારી સાથે ફોનમાં વાત કરાવવામાં આવી હતી. બૂટલેગરના સાગરિતોએ આખી ઘટનાનો વિડીયો ઉતારી વાઇરલ કર્યો છે.
પોલીસના ઘરમાં પ્રવેશતાની સાથે જ મહિલા બૂટલેગર અને તેના સાથીઓએ હોબાળો મચાવ્યો હતો. મહિલા બૂટલેગર અને પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી બૂટલેગરના સાગરિતોએ વીડિયો બનાવવાનું શરૂ કરતાં મામલો ગરમાયો હતો.
મહિલા બૂટલેગરની દાદાગીરી એટલી હતી કે પોલીસ કર્મી ફોન કરી રહ્યો હોવાની જાણ થતાં જ તેણે તેની પાસેથી ફોન છીનવી લી ફેંકી દઈ તોડી નાખ્યો હતો. વિડીયો બનાવવાના મામલે પોલીસ અને મહિલા બૂટલેગર અને તેના સાગરિતો વચ્ચે માથાકૂટ થઈ હતી.. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પોલીસની કામગીરી અંગે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. લોકો પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવી રહ્યા છે અને હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. આ વીડિયો 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલા દરોડાની છે. આ સમય દરમિયાન, મહિલા બૂટલેગર અને તેના પતિની પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસે 118 લિટર દેશી દારૂ પણ જપ્ત કર્યો હતો અને મહિલા બૂટલેગર નયના અને તેના પતિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
આ પણ વાંચો: છોટાઉદેપુરના જોજવા ગામે દારૂના અડ્ડા પર જનતા રેડ, મહિલા બૂટલેગર ફરાર
આ પણ વાંચો: જાણો, મહિલા બૂટલેગરે ભીંગરણ ગામના સરપંચને જાહેરમાં કેમ માર્યો માર
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની કરી ધરપકડ
