Ahmedabad new/ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની કરી ધરપકડ

પોલીસ તપાસ મુજબ મહિલાઓ પોતાના સામાનમાં દારૂની બોટલનો જથ્થો ભરીને અમદાવાદ લાવતી હતી

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની ધરપકડ કરી મોટી કાર્યવાહી કરી છે. મહિલાઓ રાજસ્થાનથી અમદાવાદ દારૂની ખાનગી બસમાં હેરાફેરી કરતી હતી.

પોલીસ તપાસ મુજબ મહિલાઓ પોતાના સામાનમાં દારૂની બોટલનો જથ્થો ભરીને અમદાવાદ લાવતી હતી અને અહીંયા ઊંચી કિંમત દારૂનું વેચાણ કરતી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રન્ચે 14 મહિલાઓ પાસેથી કુલ રૂપિયા 99,400ની કિંમતની 899 દારૂની બોટલ કબ્જે કરી તેમની વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

અગાઉ વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે બૂટલેગરોનો સપાટો બોલાવ્યો હતો. નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કરજણ પોલીસ મથકની હદમાંથી દારૂનું એક કન્ટેનર અને વરણામાં પોલીસ મથકની હદમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે શંકાના આધારે ઝડપી પાડવામાં આવ્યું છે. વાહન ચેકિંગ દરમિયાન દારૂનો જથ્થો ભરી આપનાર આરોપી અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે તેમજ તેઓની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 4 કન્ટેનરમાંથી 2123 દારૂની બોટલો અને બિયરની પેટીઓ સાથે 4 કન્ટેનરના ચાલક અને એકની ધરપકડ કરાઈ છે.

ચોટીલાથી રાજકોટ તરફ આવતા હાઈલવે પર હોર્ન ઓકે હોટેલ સામે મલીયાસણ ગામ પાસે ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની માહિતી SMC ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે ટ્રકમાં તપાસ કરતા અંદરથી રૂ.47,84,630 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેમાં 12,598 દારૂની બોટલો અને ટીન હતા. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ અને રૂ.1,870 રોકડા મળીને કુલ રૂ. 72,91,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ટ્રકના ડ્રાઈવર ભાવેશ એન.મોરીની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી અને દારૂનો જજ્ઝો મોકલનારા સહિત પાંચ ફરાર શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ કુવાવડા રોડ પોલીસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, 91 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

આ પણ વાંચો:ગીર સોમનાથ LCBએ બૂટલેગરોના ઉમંગ પર ફેરવ્યું પાણી, 12 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

આ પણ વાંચો:વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે 1.78 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો