ED News/ મેજિકવિન કૌભાંડ: બોલિવુડ સેલિબ્રિટીઝ પર ED ની તપાસ તીવ્ર, અમદાવાદમાં પણ તપાસના દોર

ગેમિંગ એપ મેજિકવિન સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રીઓ મલ્લિકા શેરાવત(Mallika Sherawat) અને પૂજા બેનર્જી(Pooja Bannerji)ને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

Ahmedabad Others Breaking News Entertainment

મેજિક વિન ગેમ્બલિંગ એપ નામની સટ્ટાબાજી સંબંધિત એપ માટે બંને સ્ટાર્સે બ્રાન્ડિંગ કર્યુ હતું.  અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મેજિકવિન ગેમિંગ એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં તપાસના દાયરાને વ્યાપક બનાવ્યો છે. આ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રીઓ મલ્લિકા શેરાવત(Mallika Sherawat) અને પૂજા બેનર્જી(Pooja Bannerji)ને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી.

મેજિકવિન એક ગેમિંગ એપ હતી જેને ગેમિંગ પોર્ટલ તરીકે રજૂ કરવામાં આવી હતી. જોકે, વાસ્તવમાં આ એપ પાકિસ્તાની નાગરિકોની માલિકીની હતી અને મુખ્યત્વે દુબઈમાં સ્થિત ભારતીય નાગરિકો દ્વારા ચલાવવામાં આવતી હતી. આ એપ પર રમાતી રમતો મૂળ ફિલિપાઈન્સ અને અન્ય દેશોમાં રમાતી હતી જ્યાં સટ્ટાબાજી પર પ્રતિબંધ છે. આ એપનો ઉપયોગ મોટા પાયે મની લોન્ડરિંગ માટે થતો હતો. ખેલાડીઓ અને બુકીઓ દ્વારા રમતમાં રોકાયેલા પૈસા શેલ કંપનીઓ દ્વારા ડાયવર્ટ કરવામાં આવતા હતા અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવામાં આવતું હતું. આ રીતે કાળા નાણાને સફેદ બનાવવામાં આવતા હતા.

મલ્લિકા શેરાવત અને પૂજા બેનર્જીએ મેજિકવિન માટે પ્રમોશનલ એક્ટિવિટીઝ કરી હતી. તેમણે આ એપ માટે વિડિયો અને ફોટો શૂટ કર્યા હતા અને તેને સોશિલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. ઇડીનું માનવું છે કે આ અભિનેત્રીઓએ આ એપનું પ્રમોશન કરીને મની લોન્ડરિંગમાં મદદ કરી છે. આ એપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરવા બદલ આ બંને અભિનેત્રીઓ પર ગંભીર આરોપો લાગ્યા છે. ઇડીનું કહેવું છે કે આ એપ પાકિસ્તાની નાગરિકોની માલિકીની છે અને તેનો ઉપયોગ મોટા પાયે મની લોન્ડરિંગ માટે થતો હતો. . આ મામલામાં ઇડીએ અત્યાર સુધીમાં ૬૮ વખત સર્ચ ઓપરેશન હાથ ધયુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 20થી વધુ બોલિવૂડ સેલિબ્રિટી EDના રડાર પર કેમ છે?

આ પણ વાંચો: EDના રડાર પર આ 17 બોલિવૂડ સ્ટાર, સૌરભ ચંદ્રાકરના લગ્નમાં આપી હતી હાજરી

આ પણ વાંચો: મિસ યુનિવર્સ હરનાઝ સંધુ ‘બાગી 4’થી કરશે બોલિવૂડમાં ડેબ્યૂ