Scam/ 20થી વધુ બોલિવૂડ સેલિબ્રિટી EDના રડાર પર કેમ છે?

બોલિવૂડના અનેક અભિનેતાઓ અને બી ટાઉન સેલેબ્સ બે કારણોસર તપાસ હેઠળ રહે છે, એક તો તેમાંથી કેટલાક સૌરભ ચંદ્રાકરના હાઇ પ્રોફાઇલ લગ્નમાં હાજરી આપી હતી.

Top Stories India Entertainment
YouTube Thumbnail 18 1 20થી વધુ બોલિવૂડ સેલિબ્રિટી EDના રડાર પર કેમ છે?

બોલિવૂડના અનેક અભિનેતાઓ અને બી ટાઉન સેલેબ્સ બે કારણોસર તપાસ હેઠળ રહે છે, એક તો તેમાંથી કેટલાક સૌરભ ચંદ્રાકરના હાઇ પ્રોફાઇલ લગ્નમાં હાજરી આપી હતી. અને બીજું કેટલીક સેલિબ્રિટીઓએ આ ગેમિંગ એપ એપ્લિકેશન અથવા તેના સંબંધિત ઉત્પાદનોને ખૂબ જ ગુપ્ત રીતે પ્રમોટ કર્યા હતા. EDને શંકા છે કે મહાદેવ ઓનલાઈન બેટિંગ એપના પ્રમોશન માટે આ સ્ટાર્સને મોટી રકમ ચૂકવવામાં આવી હતી. તેથી એજન્સીએ રોકડ ચૂકવણી કેવી રીતે કરવામાં આવી તે જાણવા માટે પૂછપરછ માટે બોલિવૂડ સેલેબ્સને બોલાવ્યા. જો એજન્સીના સૂત્રોનું માનીએ તો એકંદરે 2 ડઝનથી વધુ મોટી હસ્તીઓ EDના રડાર પર છે.

પાછલા કેટલાક મહિનાઓમાં મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ્સ અને સટ્ટાબાજી વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ને ઘણી ફરિયાદો કરવામાં આવી છે, તેમ છતાં બી-ટાઉન સેલેબ્સ આ બુકીઓ સાથે ખભા મિલાવતા હતા. મહાદેવ પ્રમોટર્સ આ ઇનલિંગ બિઝનેસમાં લોકોનું એક જૂથ છે. જેમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ જેઓ યુએઈમાં આરામથી બેસીને કામ કરી રહ્યા છે અને બોલિવૂડ સેલેબ્સનો ઉપયોગ કરીને અને તેમની સાથે જોડાણ કરીને સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનનો પ્રચાર કરે છે.

EDના રિમાન્ડ પર જુદા જુદા રાજ્યોની પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી હતી. જેના થકી આ રેકેટનો પર્દાફાશ થયો હતો. EDને શંકા છે કે ગુનાની રકમ વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવા માટે મોટા પાયે હવાલા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મહાદેવ ઓનલાઈન એપ્લિકેશનના બે મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલના નામ બહાર આવ્યા હતા. જે એજન્સીના રડાર પર છે, અને દુબઈમાં બેઠો છે.

સૌરભ ચંદ્રકરે દુબઈમાં આલીશાન લગ્ન કર્યા હતા અને લગ્નમાં અંદાજે 200 કરોડ રૂપિયા રોકડા ખર્ચ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારબાદ EDએ આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરવાનો નિર્ણય લીધો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્નમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને 142 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. તેમજ પ્રાઈવેટ જેટ અને હોટલ બુકિંગનો ખર્ચ 42 કરોડ રૂપિયા હતો. ઇડીએ આ કેસમાં 39 સ્થળોએ સર્ચ કરીને 417 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન બેટિંગ એપ ‘મહાદેવ ગેમિંગ-બેટિંગ એપ’ના મામલામાં બોલિવૂડ સ્ટાર્સની સમસ્યાઓ વધી રહી છે. રણબીર કપૂર બાદ EDએ કપિલ શર્મા, અભિનેત્રી શ્રદ્ધા કપૂર, હુમા કુરેશી અને હિના ખાનને સમન્સ મોકલ્યા છે. દરેકને અલગ-અલગ તારીખે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ઈડીએ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને સમન્સ મોકલ્યા હતા અને તેમને 6 ઓક્ટોબરે રાયપુર પ્રાદેશિક કાર્યાલયમાં પૂછપરછ માટે હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ રણબીરે એજન્સીને પત્ર લખીને તેની સમક્ષ હાજર થવા માટે બે અઠવાડિયાનો સમય માગ્યો છે. સાથે શ્રાદ્ધ આજે દેખાશે કે નહીં તે અંગેની માહિતી હજુ સુધી મળી નથી.


whatsapp ad White Font big size 2 4 20થી વધુ બોલિવૂડ સેલિબ્રિટી EDના રડાર પર કેમ છે?


આ પણ વાંચો: Vibrant Gujarat 2024/ ગુજરાતમાં હાઈસ્પીડ કોરિડોર હાઇસ્પીડથી બનાવવા સીએમ તત્પર

આ પણ વાંચો: Vibrant Gujarat 2024/ ગુજરાતને રોકાણ ક્ષેત્રે વાઇબ્રન્ટ રાખવા સીએમ ભુપેન્દ્ર પટેલના ભગીરથ પ્રયત્નો

આ પણ વાંચો: Congress/ રાહુલ ગાંધીને રાવણ દર્શાવતા પ્રિયંકા ગાંધી ભાજપ પર ભડકી!