Reservation/ હવે SC/ST/OBC/PWDને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પરની નોકરીઓમાં પણ મળશે અનામત

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે હવે SC/ST/OBC/PWDને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ નોકરીઓમાં અનામત મળશે.

Top Stories India
YouTube Thumbnail 7 3 હવે SC/ST/OBC/PWDને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પરની નોકરીઓમાં પણ મળશે અનામત

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે હવે SC/ST/OBC/PWDને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ નોકરીઓમાં અનામત મળશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેથી વધુ સમયની કોન્ટ્રાક્ટ નોકરીની નિમણૂંકમાં SC/ST/OBC/PWD અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે અમે તમામ મંત્રાલયો અને વિભાગોને કામચલાઉ પદો પર આ અનામતનો કડક અમલ કરવા સૂચના આપી છે. કોન્ટ્રાક્ટ નોકરીઓમાં એસસી/એસટી/ઓબીસી/પીડબલ્યુડી અનામતની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે અમે 2022માં ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી જાહેરાતમાં પણ આ અંગેની માહિતી આપી હતી.

કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે અસ્થાયી નિમણૂંકોમાં અનામતની વ્યવસ્થા 1968થી અમલમાં છે. 2018 અને 2022માં પણ આ અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. ડિસેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે આ રિટ પિટિશન પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે SC/ST/OBC/PWD કેટેગરીના લોકો માટે કેન્દ્ર સરકારની પોસ્ટ્સ અને સરકારી નોકરીઓમાં 45 દિવસ કે તેથી વધુ સમય સુધી ચાલતી અસ્થાયી નિમણૂકોના સંદર્ભમાં અનામતની માંગણી કરી હતી.

હવે કેન્દ્ર સરકારે તેના અંગે કહ્યું છે કે અમે SC/ST/OBC/PWDને સરકારી વિભાગોમાં કામચલાઉ નિમણૂંકોમાં અનામત આપી રહ્યા છીએ. આ રિટ અરજીમાં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગેની સંસદીય સમિતિના અહેવાલનો સંદર્ભ આપવામાં આવ્યો હતો. સંસદીય સમિતિના અહેવાલમાં જણાવાયું છે કે તમામ સરકારી વિભાગોમાં અસ્થાયી નોકરીઓમાં SC/ST/OBC/PWDને અનામત આપવામાં આવી રહ્યું નથી, કારણ કે વિભાગ અનામત માટેની સૂચનાઓનું પાલન કરી રહ્યું નથી.

 

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2024/ ગુજરાતમાં હાઈસ્પીડ કોરિડોર હાઇસ્પીડથી બનાવવા સીએમ તત્પર

આ પણ વાંચોઃ Congress/ રાહુલ ગાંધીને રાવણ દર્શાવતા પ્રિયંકા ગાંધી ભાજપ પર ભડકી!

આ પણ વાંચોઃ ASIAN GAMES/ ટીમ ઈન્ડિયાના ખાતામાં વધુ એક મેડલ ઉમેરાયો, ક્રિકેટ અને કબડ્ડીની ટીમ ફાઇનલમાં