Not Set/ સુરતમાં એક સ્કૂલ વાનમાં આગ લાગતાં સર્જાયો અફરાતફરીનો માહોલ

સુરત, સુરતમાં એક સ્કૂલ વાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સ્કૂલ વાન ઘોડદોડ પાસેથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન વેનમાં શોર્ટ સર્કિટ થયું હતું અને CNG કીટ હોવાને કારણે આગ ભડકી ઉઠી હતી. જો કે આ વાનમાં ૧૨ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી બે જેટલા વિદ્યાર્થીઓ આગની ઝપેટમાં આવી જતાં […]

Top Stories
Untitled 5 સુરતમાં એક સ્કૂલ વાનમાં આગ લાગતાં સર્જાયો અફરાતફરીનો માહોલ

સુરત,

સુરતમાં એક સ્કૂલ વાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સ્કૂલ વાન ઘોડદોડ પાસેથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન વેનમાં શોર્ટ સર્કિટ થયું હતું અને CNG કીટ હોવાને કારણે આગ ભડકી ઉઠી હતી. જો કે આ વાનમાં ૧૨ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી બે જેટલા વિદ્યાર્થીઓ આગની ઝપેટમાં આવી જતાં ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી તેમજ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.