Not Set/ હેલીકોપ્ટરમાંથી પડી જતાં 3 આર્મીના જવાનો ઘાયલ

દિલ્હી, ભારતની સેના આવનારી 15 જાન્યુઆરીએ’ આર્મી ડે ‘ ઉજવનાર છે. ત્યારે એક કમનસીબ બનાવ સામે આવ્યો છે. આર્મી ડેના દિવસે લશ્કરની ખાસ પરડે થતી હોય છે અને આની તૈયારીના ભાગરૂપે કેટલાંક જવાનો રીહર્સલ કરી રહ્યાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ રિહર્સલ દરમિયાન હેલીકોપ્ટરમાંથી પડી જતાં ત્રણ જવાન ઘાયલ થયા છે. જો કે […]

India
delhi army હેલીકોપ્ટરમાંથી પડી જતાં 3 આર્મીના જવાનો ઘાયલ

દિલ્હી,

ભારતની સેના આવનારી 15 જાન્યુઆરીએ’ આર્મી ડે ‘ ઉજવનાર છે. ત્યારે એક કમનસીબ બનાવ સામે આવ્યો છે. આર્મી ડેના દિવસે લશ્કરની ખાસ પરડે થતી હોય છે અને આની તૈયારીના ભાગરૂપે કેટલાંક જવાનો રીહર્સલ કરી રહ્યાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ રિહર્સલ દરમિયાન હેલીકોપ્ટરમાંથી પડી જતાં ત્રણ જવાન ઘાયલ થયા છે. જો કે સેનાના સુત્રો કહે છે, કે આ ત્રણેય જવાનોને તાત્કાલિક સારવાર અપાઇ છે અને હાલ તેઓ સુરક્ષિત છે. ઘાયલ જવાનોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

દિલ્હીમાં એકબાજુ 26 જાન્યુઆરીની પરેડનો અભ્યાસ ચાલી રહ્યો છે. તો બીજી બાજુ સેના દિવસની તૈયારીઓ થઈ રહી છે. સેના દિવસે કરતબ બતાવવા માટે આર્મીના જવાનો દિવસ-રાત પ્રેક્ટિસમાં લાગ્યા છે. ગુરુવારે એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં આર્મીના ધ્રુવ હેલિકોપ્ટરથી એક દોરડા દ્વારા ઉતરવાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. તે જ વખતે હેલિકોપ્ટરની દોરડું તુટી જાય છે અને દોરડા પર લટકી રહેલા જવાનો ઝડપથી જમીન પર પડે છે.

જો કે પ્રેક્ટિસ દરવિયાન હેલિકોપ્ટર અને જમીન વચ્ચે બહુ અંતર ન હતું. જેના કારણે જવાનોને સામાન્ય ઈજા થઈ. જવાનોને તરત હોસ્પિટલ લઈ જવાયા અને સારવાર બાદ રજા આપી દેવાઈ. આ ઘટના 9 જાન્યુઆરીની હોવાનું કહેવાય છે. તપાસ દરમિાયન માલુમ પડ્યુ, કે જ્યાં દોરડું બાંધેલુ હતુ તે દોરડું ખુલી ગયું હતુ. આ કારણે અકસ્માત થયો. સેના હવે આ મામલાની તપાસ કરી રહી છે.