Not Set/ ભારત આયરલેન્ડ સામે બે ટી-20 મેચો રમશે

ભારત આગામી જૂન મહિનામાં બે ટી-20 મેચો આયર્લેન્ડ સાથે રમશે. આયરલેન્ડ સામેની આ મેચો ૨૭ જુન અને ૨૯ જુનના રોજ ડબલિનમાં રમાશે. આ મેચોની બીસીસીઆઇની પુષ્ટિ કરી છે. ભારતે છેલ્લે ૨૦૦૭માં આયર્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને બેલફાસ્ટમાં એક વનડે મેચમાં ભારતે યજમાન આયરલેન્ડને હરાવ્યું હતું. ૨૦૦૯માં ટી-20 વર્લ્ડકપમાં પહેલીવાર બંને ટીમોએ એકબીજાનો સામનો કરવો પડ્યો હતો, […]

Sports
ભારત આયરલેન્ડ સામે બે ટી-20 મેચો રમશે

ભારત આગામી જૂન મહિનામાં બે ટી-20 મેચો આયર્લેન્ડ સાથે રમશે. આયરલેન્ડ સામેની આ મેચો ૨૭ જુન અને ૨૯ જુનના રોજ ડબલિનમાં રમાશે. આ મેચોની બીસીસીઆઇની પુષ્ટિ કરી છે.

ભારતે છેલ્લે ૨૦૦૭માં આયર્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને બેલફાસ્ટમાં એક વનડે મેચમાં ભારતે યજમાન આયરલેન્ડને હરાવ્યું હતું. ૨૦૦૯માં ટી-20 વર્લ્ડકપમાં પહેલીવાર બંને ટીમોએ એકબીજાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ભારતની ૮ વિકેટથી જીત થઈ હતી.

આયર્લેન્ડ સામેની બે મૅચની શ્રેણી યુનાઇટેડ કિંગડમના ભારતના બે મહિનાના લાંબા પ્રવાસ પહેલા રમાશે. એવું માનવામાં આવે છે, કે ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા આ તેમની પ્રેક્ટીસ મેચો હશે.

ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ ટી -20, ત્રણ વન-ડે અને પાંચ ટેસ્ટ રમશે. આયર્લેન્ડ સામેના બે ટી-20 રમ્યા  બાદ ભારત 3મી જુલાઈએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટી-૨૦ મેચ માન્ચેસ્ટરમાં રમશે. કાર્ડિફ અને બ્રિસ્ટોલમાં અનુક્રમે ૬ અને ૮ જુલાઈએ બીજી ટી-૨૦ મેચો રમશે.

ત્યારબાદ ભારત ૧૨મી જુલાઈથી ૧૭ મી જુલાઇ સુધી ટ્રેન્ટબ્રિજ, લોર્ડ્સ અને હેડિંગ્લી ખાતે વનડે મેચ રમશે અને સાથે સાથે  ટેસ્ટ શ્રેણીમાં પણ રમશે.

ટેસ્ટ શ્રેણી ૧ ઓગસ્ટથી એડબેસ્ટન ખાતે લોર્ડ્સ, ટ્રેન્ટ બ્રિજ, સાઉથેમ્પ્ટન અને ઓવલમાં રમાશે. ૧૯૫૫થી પહેલીવાર ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શનિવારથી શરૂ થશે.