IPL 2024/ લોકોના હૂટિંગની હાર્દિક પંડ્યા પર થઈ છે અસરઃ પીટરસન

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 17મી સીઝન માટે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી, ત્યારથી ફ્રેન્ચાઈઝી અને પંડ્યા બંને સતત ચાહકોની ટીકાઓનો સામનો કરી રહ્યા છે.

Trending Breaking News Sports
Beginners guide to 83 લોકોના હૂટિંગની હાર્દિક પંડ્યા પર થઈ છે અસરઃ પીટરસન

મુંબઈઃ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 17મી સીઝન માટે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી, ત્યારથી ફ્રેન્ચાઈઝી અને પંડ્યા બંને સતત ચાહકોની ટીકાઓનો સામનો કરી રહ્યા છે. હવે જ્યારે આ સિઝન ટીમ માટે સારી નથી ચાલી રહી ત્યારે કેવિન પીટરસન અને સુનીલ ગાવસ્કરે પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ અને તેના ફોર્મની આકરી ટીકા કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માની સદી છતાં 20 રને મેચ હારી ગઈ હતી. આ મેચમાં હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાની સૌથી વધુ ટીકા થઈ રહી છે, જે CSKની ઈનિંગની છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો અને તેણે 26 રન આપ્યા હતા. આ મેચ બાદ ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ ખેલાડી કેવિન પીટરસને હાર્દિકની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેને જોઈને સ્પષ્ટ થાય છે કે તે એક્ટિંગ કરી રહ્યો છે.

ટોસ સમયે સ્પષ્ટ દેખાતું હતું કે તે બળપૂર્વક હસતો હતો. કેવિન પીટરસને સ્ટાર સ્પોર્ટ્સ પર હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વિશે કહ્યું કે મને લાગે છે કે આ સમયે રમતની બહાર જે કંઈ થઈ રહ્યું છે તેનાથી તે પ્રભાવિત થઈ રહ્યો છે. જ્યારે મેં તેને ટોસના સમયે જોયો ત્યારે સ્પષ્ટ દેખાતું હતું કે તે જબરદસ્તીથી હસતો હતો, એવું લાગતું હતું કે તે અભિનય કરી રહ્યો છે. આ સમયે તે બિલકુલ ખુશ નથી. હું ત્યાં ગયો છું અને હું કહી શકું છું કે તેની તેના પર અસર થઈ રહી છે. જ્યારે ધોની તેના બોલ પર સિક્સર ફટકારતો હતો, ત્યારે તમે સ્ટેડિયમમાં હાર્દિકની સામે અવાજ સાંભળી શકો છો. તે ભારતીય ખેલાડી પણ છે અને તેને લાગણીઓ પણ છે. જો તેની સાથે આ રીતે વ્યવહાર કરવામાં આવે તો તેને ફરક પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હરાવ્યું

આ પણ વાંચોઃ ચેન્નાઈના ફાસ્ટ બોલર મથિશા પથિરાનાએ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં નવો વિક્રમ સર્જયો

આ પણ વાંચોઃ ધોનીની તોફાની બેટિંગે મુંબઈને હતપ્રભ કરી દીધુ

આ પણ વાંચોઃ રોહિત શર્માના નામે સિક્સરોનો અનોખો રેકોર્ડ