IPL 2024/ ચેન્નાઈના ફાસ્ટ બોલર મથિશા પથિરાનાએ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં નવો વિક્રમ સર્જયો

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ બનેલા યુવા ફાસ્ટ બોલર મતિષા પથિરાનાએ મુંબઈ સામે શાનદાર દેખાવ કરતા 4 ઓવરમાં માત્ર 28 રન આપીને સૂર્યકુમાર સહિત 4 વિકેટ ઝડપી. આ આંકડા સાથે પથિરાનાએ CSK તરફથી રમતા એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. પથિરાના IPLમાં CSK માટે 4 વિકેટ લેનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે.

Trending Breaking News Sports
Beginners guide to 70 ચેન્નાઈના ફાસ્ટ બોલર મથિશા પથિરાનાએ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં નવો વિક્રમ સર્જયો

મુંબઈઃ ચેન્નાઈ સુપર કિંગ્સે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચ 20 રને જીતીને આ સિઝનમાં તેની ચોથી જીત નોંધાવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 206 રન બનાવ્યા હતા, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રોહિત શર્માની સદી છતાં આ મેચ જીતવામાં સફળ થઈ શકી ન હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ બનેલા યુવા ફાસ્ટ બોલર મતિષા પથિરાનાએ મુંબઈ સામે શાનદાર દેખાવ કરતા 4 ઓવરમાં માત્ર 28 રન આપીને સૂર્યકુમાર સહિત 4 વિકેટ ઝડપી. આ આંકડા સાથે પથિરાનાએ CSK તરફથી રમતા એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. પથિરાના IPLમાં CSK માટે 4 વિકેટ લેનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે.

આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ મેચ પહેલા, એક મેચમાં 4 વિકેટ લેવાનો સૌથી યુવા ખેલાડીનો રેકોર્ડ મહેશ તિક્ષીનાના નામે હતો, જેણે વર્ષ 2022ની સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં 33 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે તેણે આ કર્યું ત્યારે તેની ઉંમર 21 વર્ષ અને 254 દિવસ હતી. જ્યારે પથિરાનાએ માત્ર 21 વર્ષ અને 118 દિવસની ઉંમરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ યાદીમાં ત્રીજા સ્થાને લુંગી એનગીડીનું નામ છે, જેણે 2018ની IPL સિઝનમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં 22 વર્ષ અને 52 દિવસની ઉંમરમાં 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ચોથા નંબર પર રવિન્દ્ર જાડેજાનું નામ છે, જેણે 2012ની IPL સિઝનમાં ડેક્કન ચાર્જર્સ સામેની મેચમાં માત્ર 16 રન આપીને 23 વર્ષ અને 123 દિવસની ઉંમરે 5 વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં તેની શાનદાર બોલિંગ બદલ મતિશા પથિરાનાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, જે બાદ તેણે કહ્યું હતું કે પાવરપ્લેમાં મારી ટીમની બોલિંગ જોઈને હું થોડો નર્વસ હતો. મેં મારી જાતને સમજાવી અને શાંત રહેવાનો પ્રયત્ન કર્યો જેનાથી મને થોડો આત્મવિશ્વાસ મળ્યો. હું પરિણામ વિશે વધુ વિચારતો નથી, હું માત્ર યોગ્ય જગ્યાએ બોલ ફેંકવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. જો હું આ કરવામાં સફળ થઈશ તો સફળતા આપોઆપ આવી જશે. કેટલીકવાર હું બેટ્સમેનના આધારે મારી યોજનાઓ બદલી નાખું છું. 2 અઠવાડિયા પહેલા સુધી હું સંપૂર્ણ રીતે ફિટ નહોતો, પરંતુ સપોર્ટ સ્ટાફે મને સંપૂર્ણ સપોર્ટ કર્યો જેના કારણે હું આજે આ ફોર્મમાં બોલિંગ કરી શક્યો છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હરાવ્યું

આ પણ વાંચો: રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે બસ ડ્રાઈવર બન્યો, વીડિયો વાયરલ

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં થયો વધારો,વર્લ્ડ કપ પહેલા આ શાનદાર બોલર આઉટ ઓફ ફોર્મ

આ પણ વાંચો: ધોનીની એક ઝલક નિહાળવા ચાહકે આ શું કર્યું! લોકોએ કરી ટીકા