IPL 2024/ ધોનીની એક ઝલક નિહાળવા ચાહકે આ શું કર્યું! લોકોએ કરી ટીકા

વિલંબ કર્યો. આ પ્રશંસકની સાથે તેમની ત્રણ પુત્રીઓએ પણ ‘થલા’ની મેચ નિહાળી હતી…………

Trending Sports
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 20 ધોનીની એક ઝલક નિહાળવા ચાહકે આ શું કર્યું! લોકોએ કરી ટીકા

Cricket : ભારતમાં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના ઘણા ચાહકો છે. ધોનીના એક ચાહકે દાવો કર્યો હતો કે તેણે 64,000 રૂપિયા ખર્ચીને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટિકિટ ખરીદી હતી જેથી તે ‘થલા’ને જોઈ શકે.

આ માટે આ ચાહકે તેની દીકરીઓની સ્કૂલ ફી ભરવામાં મોડું કર્યું. તેણે કહ્યું કે તે પહેલા ટિકિટ મેળવવા માંગતો હતો, જેના કારણે તેણે તેની ત્રણ દીકરીઓની ફીમાં વિલંબ કર્યો. આ પ્રશંસકની સાથે તેમની ત્રણ પુત્રીઓએ પણ ‘થલા’ની મેચ નિહાળી હતી.

આ ચાહકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કર્યો છે. આ પ્રશંસકે 64 હજાર રૂપિયા ખર્ચીને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં KKR સામેની મેચની ટિકિટ ખરીદી હતી. ધોની 8 એપ્રિલે IPL 2024માં KKR સામેની મેચમાં બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટે જીતી હતી.

આ ચાહકે દાવો કર્યો હતો કે તેણે અને તેની ત્રણ દીકરીઓએ 64,000 રૂપિયા ખર્ચીને ખરીદેલી ટિકિટો વડે મેચ જોઈ હતી. જોકે, આના કારણે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા છે, ઘણા લોકો આ નિર્ણયની ટીકા કરતા જોવા મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લાખોના હોય છે IPLમાં વપરાતા LED સ્ટમ્પ, જાણો કોણે શોધ કરી

આ પણ વાંચો:રોમારિયો શેફર્ડની સુંદર પત્ની એંકર અને મોડેલ…

આ પણ વાંચોઃ Vinesh Phogat, Wrestling/મને ઓલિમ્પિકમાં જવા દેવા નથી માંગતા, ડોપિંગ ષડયંત્રનો ડર – વિનેશ ફોગાટનો WFI પ્રમુખ પર ગંભીર આરોપ

આ પણ વાંચોઃ IPL 2024/વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે મશ્કરી કરી, હાર્દિકને ગળે લગાડતો