IPL 2024/ રોહિત શર્માના નામે સિક્સરોનો અનોખો રેકોર્ડ

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને આવી, જેની બંને ટીમો વચ્ચેની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

Trending Breaking News Sports
Beginners guide to 65 રોહિત શર્માના નામે સિક્સરોનો અનોખો રેકોર્ડ

ચેન્નાઈઃ IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ચેન્નાઈ સામેની મેચમાં તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ મેચમાં રોહિત શર્માએ પણ ઘણા રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ટી-20 ક્રિકેટમાં પોતાની 500 સિક્સર પણ પૂરી કરી હતી. આવું કરનાર તે ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈ ભારતીયે આ કારનામું કર્યું નથી. રોહિત શર્મા તેની લાંબી હિટિંગ પાવર માટે જાણીતો છે. આ કારણે તેને હિટમેન પણ કહેવામાં આવે છે.

રોહિત શર્માના નામે સિક્સરનો નવો રેકોર્ડ

રોહિત શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ત્રીજો સિક્સ ફટકારતાની સાથે જ T20 ક્રિકેટમાં પોતાની 500 સિક્સર પૂરી કરી લીધી. તેણે રવિન્દ્ર જાડેજાની બોલિંગ પર આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા વિશ્વ ક્રિકેટમાં આવા માત્ર ચાર બેટ્સમેન હતા. જેણે ટી-20 ક્રિકેટમાં 500 છગ્ગા પૂરા કર્યા છે. રોહિત શર્મા આવું કરનાર 5મો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં ક્રિસ ગેલનું નામ પ્રથમ સ્થાન પર છે. તેણે T20 ક્રિકેટમાં 1000થી વધુ સિક્સર ફટકારી છે. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા પ્રથમ સ્થાને છે. તેણે 190 સિક્સર ફટકારી છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ટોપ 5 બેટ્સમેન

ક્રિસ ગેલ – 1056 છગ્ગા

કિરોન પોલાર્ડ – 860 છગ્ગા

આન્દ્રે રસેલ – 678 છગ્ગા

કોલિન મુનરો – 578 છગ્ગા

રોહિત શર્મા – 501 છગ્ગા

MI vs CSK મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન ઘણા રેકોર્ડ બન્યા હતા. રોહિત શર્માના 500 સિક્સર ઉપરાંત રુતુરાજ ગાયકવાડે આ મેચમાં તેના 2000 IPL રન પૂરા કર્યા. તે સૌથી ઝડપી 2000 IPL રન પૂરા કરનાર ભારતીય ખેલાડી બન્યો. આ સિવાય એમએસ ધોનીએ આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પોતાની 250 ટી20 મેચ પણ પૂરી કરી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. હવે આઈપીએલમાં તેની સામે બેટ્સમેનોએ કુલ 200 સિક્સર ફટકારી છે. 200થી વધુ સિક્સરો ખાનારો ત્રીજો બોલર બન્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હરાવ્યું

આ પણ વાંચો: રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે બસ ડ્રાઈવર બન્યો, વીડિયો વાયરલ

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં થયો વધારો,વર્લ્ડ કપ પહેલા આ શાનદાર બોલર આઉટ ઓફ ફોર્મ

આ પણ વાંચો: ધોનીની એક ઝલક નિહાળવા ચાહકે આ શું કર્યું! લોકોએ કરી ટીકા