Iran-Israel Tension/ ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ પોતાનો સૂર બદલ્યો

ઈરાન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બધાએ સર્વાનુમતે આ તણાવનો કોઈને કોઈ રીતે અંત લાવવા સૂચના આપી છે. આ અંગે અમેરિકાએ ઈઝરાયેલને……..

Top Stories World
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 51 ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ પોતાનો સૂર બદલ્યો

Tehran/Tel Aviv News: રવિવારે ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો, જે બાદ અમેરિકાએ ઈઝરાયેલનું સમર્થન કર્યું હતું. હવે G7 બેઠક બાદ અમેરિકાએ પોતાનો સૂર બદલ્યો છે. G7ના સભ્યો ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાને લઈને ઈઝરાયેલ અને ઈરાન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે અમેરિકાએ ઈઝરાયેલને ફરીથી વિચાર કરવાની સલાહ આપી છે.

ઈરાને અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ત્રીજા વિશ્વ યુદ્ધ થવાના ભણકારા સંભળાઈ રહ્યા છે. ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો વડે હુમલો કર્યો હતો બાદમાં અમેરિકાએ ઈઝરાયેલનું સમર્થન કર્યું હતું. જોકે, હવે G7 બેઠક બાદ અમેરિકાએ પોતાનું વલણ બદલ્યું છે. G7ના સભ્યો ઈઝરાયેલ અને ઈરાન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બધાએ સર્વાનુમતે આ તણાવનો કોઈને કોઈ રીતે અંત લાવવા સૂચના આપી છે. આ અંગે અમેરિકાએ ઈઝરાયેલને ફરીથી વિચાર કરવાની સલાહ આપી છે.

અમેરિકાએ કહ્યું કે તે ઈરાન પર કોઈ પણ ઈઝરાયલના જવાબી હુમલામાં સામેલ થશે નહીં. રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કોઈપણ આક્રમક પગલું ભરતા પહેલાં “સાવધાનીપૂર્વક વિચારવાની” ચેતવણી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ટ્વિટ કર્યું, “આજે, મેં મારા સાથી G7 નેતાઓને ઈઝરાયલ વિરુદ્ધ ઈરાનના અભૂતપૂર્વ હુમલા અંગે ચર્ચા કરવા માટે બોલાવ્યા. અમે આ ક્ષેત્રમાં સ્થિતિને સ્થિર કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.”

UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ટ્વીટ કર્યું, “મધ્ય પૂર્વ દેશો યુદ્ધની અણી પર છે. મધ્ય પૂર્વના લોકો વિનાશક સંપૂર્ણ પાયે સંઘર્ષના વાસ્તવિક ખતરાનો સામનો કરે છે. ડી-એસ્કેલેટ કરવાનો સમય હવે છે. હવે સમય આવી ગયો છે. હવે બની શકે તેટલો સંયમ દાખવી તણાવમાંથી પાછા જવાનો સમય છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું

આ પણ વાંચો:ઈરાન દ્વારા પકડાયેલા 17 ભારતીયો ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ખામેનીની કુખ્યાત સેનાનો બન્યા શિકાર 

આ પણ વાંચો:Israeli ship/ભારત આવી રહ્યું હતું ઈઝરાયલી જહાજ, ઈરાને સમુદ્રની વચ્ચેથી કર્યું કબજે ,બોટમાં 17 ભારતીયો પણ સવાર