Union Budget/ કેન્દ્રીય બજેટ 2023-24નો અંતિમ તબક્કો હલવા સમારંભ સાથે શરૂ થયો

ર્તમાન સરકારના અંતિમ બજેટ કેન્દ્રીય બજેટ 2023-24 માટે બજેટ તૈયારી પ્રક્રિયાના અંતિમ તબક્કાનો સંકેત દર્શાવતો હલવા સમારંભ આજે બપોરે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામન અ કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ડો. ભાગવત ક્રિસનરાવ કરાડની હાજરીમાં નોર્થબ્લોક ખાતે યોજાયો હતો

Top Stories India
Union budget કેન્દ્રીય બજેટ 2023-24નો અંતિમ તબક્કો હલવા સમારંભ સાથે શરૂ થયો
  • કેન્દ્રીય બજેટ પહેલી ફરીથી પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે
  • બજેટ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં રજૂ કરવામાં આવશે
  • યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન પર બજેટના દસ્તાવેજો ઉપલબ્ધ રહેશે
  • બજેટનું એપ યુનિયન બજેટ વેબ પોર્ટલ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે

Union budget વર્તમાન સરકારના અંતિમ બજેટ કેન્દ્રીય બજેટ 2023-24 માટે બજેટ તૈયારી પ્રક્રિયાના અંતિમ તબક્કાનો સંકેત દર્શાવતો હલવા સમારંભ આજે બપોરે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામન અ કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ડો. ભાગવત ક્રિસનરાવ કરાડની હાજરીમાં નોર્થબ્લોક ખાતે યોજાયો હતો. બજેટ તૈયારીની લોકઇન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા Union budget દર વર્ષે પરંપરાગત હલવા સમારંભ યોજવામાં આવે છે. અગાઉના બે કેન્દ્રીય બજેટની જેમ કેન્દ્રીય બજેટ 2023-24 પણ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. પહેલી ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ થવાનું છે.

બંધારણ દ્વારા નિર્ધારિત વાર્ષિક નાણાકીય અંદાજ (સામાન્ય રીતે બજેટ તરીકે ઓળખાય છે), ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ (ડીજી), ફાઇનાન્સ બિલ વગેરે સહિત તમામ 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજો, “યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન” પર ઉપલબ્ધ રહેશે. આમ ડિજિટલ સુવિધાના સરળ સ્વરૂપનો ઉપયોગ કરીને સંસદના સભ્યો (MPs) અને સામાન્ય લોકો દ્વારા બજેટ દસ્તાવેજોની ઍક્સેસ પ્રાપ્ત કરી શકે. તે દ્વિભાષી (અંગ્રેજી અને હિન્દી) છે અને Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. એપ યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

બજેટ દસ્તાવેજો 1લી ફેબ્રુઆરી, 2023ના રોજ સંસદમાં નાણામંત્રી દ્વારા બજેટ ભાષણ પૂરું થયા પછી મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે. હલવા સમારોહમાં, કેન્દ્રીય નાણાં મંત્રીની સાથે ડૉ. ટી.વી. સોમનાથન, નાણાં સચિવ અને ખર્ચ સચિવ પણ હતા; અજય શેઠ, સચિવ, આર્થિક બાબતો;  તુહિન કાંતા પાંડે, સચિવ, DIPAM; સંજય મલ્હોત્રા, સેક્રેટરી, રેવન્યુ; ડૉ. અનંત વી. નાગેશ્વરન, મુખ્ય આર્થિક સલાહકાર;  નીતિન ગુપ્તા, ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સ (CBDT); વિવેક જોહરી, ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) અનેઆશિષ વાછાણી, અધિક સચિવ (બજેટ) ઉપરાંત બજેટની તૈયારી અને સંકલન પ્રક્રિયા સાથે સંકળાયેલા નાણાં મંત્રાલયના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.સમારંભના ભાગરૂપે, નાણામંત્રીએ બજેટ પ્રેસની મુલાકાત પણ લીધી અને તૈયારીઓની સમીક્ષા કરવા ઉપરાંત સંબંધિત અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચોઃ

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ભારતની પ્રથમ નેસલ કોવિડ રસી લોન્ચ કરી

 બાંધકામ ક્ષેત્રમાં પીએફવાળી નોકરીઓ દસ ટકાથી પણ ઓછી

પાકિસ્તાનમાં લોટ, વીજળી પછી હવે પાણીની કટોકટી